Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં રિક્ષામાં વૃદ્ધાને છરી બતાવી લૂંટ:મહિલા સહિત ત્રણ આરોપીઓએ દાગીના, રોકડ ઝૂંટવી ધમકી આપી

    16 hours ago

    પાટણ શહેરમાં રિક્ષામાં બેઠેલા એક વૃદ્ધાને છરી બતાવી લૂંટી લેવાની ઘટના સામે આવી છે. રિક્ષાચાલક અને તેના બે સાથીદારોએ વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટીઓ અને રોકડ રકમ મળી કુલ ₹15,600ની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે પાટણ સીટી બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 65 વર્ષીય શારદાબેન ડીસાથી પાટણ જઈ રહ્યાં હતા મૂળ ચાણસ્માના રૂપપુરના અને હાલ મહેસાણા ખાતે રહેતા 65 વર્ષીય શારદાબેન હરગોવનભાઈ રાવળ ગત 18 એપ્રિલ, 2026ના રોજ ડીસાથી પાટણ પોતાની દીકરીના ઘરે આવવા નીકળ્યા હતા. સાંજે આશરે 7:30 વાગ્યે તેઓ પાટણ ટી.બી. ત્રણ રસ્તા પાસે બસમાંથી ઉતરીને ચાલતા જતા હતા. રિક્ષામાં ચાલક ઉપરાંત એક મહિલા અને પુરુષ અગાઉથી હાજર હતા બંસી કાઠિયાવાડી હોટલ પાસે એક કાળા-લીલા રંગની રિક્ષા તેમની પાસે આવી હતી. રિક્ષાચાલકે મોઢા પર રૂમાલ બાંધેલો હતો. તેણે વૃદ્ધાને વિશ્વાસમાં લઈ માત્ર ₹10ના ભાડામાં નિર્ધારિત સ્થળે ઉતારવાનું કહી રિક્ષામાં બેસાડ્યા હતા. રિક્ષામાં અગાઉથી જ પાછળના ભાગે સફેદ ડ્રેસ પહેરેલી એક મહિલા તેની નાની છોકરી સાથે બેઠેલી હતી, જ્યારે ડ્રાઈવરની બાજુમાં પણ એક શખ્સ હાજર હતો. વૃદ્ધાને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી, ઓઢણીથી મોઢું બાંધી દીધું રિક્ષાચાલકે CNG પંપ પર ગેસ ભરાવ્યા બાદ રિક્ષા સિદ્ધપુર રોડ તરફ હંકારી હતી. જ્યારે વૃદ્ધાએ પોતાના ઉતરવાના સ્થળ શાંતિનાથ સોસાયટી પાસે રિક્ષા ઊભી રાખવા જણાવ્યું, ત્યારે રિક્ષામાં બેઠેલી મહિલા અને શખ્સે તેમને ઉતરવા દીધા ન હતા. રિક્ષામાં બેઠેલા શખ્સે છરી બતાવી વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મહિલાએ પોતાની ઓઢણીથી વૃદ્ધાનું મોઢું બાંધી દીધું હતું. સોનાની બે બુટ્ટીઓ બળજબરીથી કાઢી લીધી લૂંટારુઓએ રિક્ષાને એક ખુલ્લા મેદાનમાં લઈ જઈ વૃદ્ધા પાસે રહેલું પાકીટ ઝૂંટવી લીધું હતું, જેમાંથી ₹600ની રોકડ કાઢી લીધી હતી. ત્યારબાદ મહિલાએ વૃદ્ધાના કાનમાં પહેરેલી 4 થી 5 ગ્રામની સોનાની બે બુટ્ટીઓ, જેની કિંમત આશરે ₹15,000 હતી, તે બળજબરીથી કાઢી લીધી હતી. રિક્ષાચાલક, એક મહિલા અને એક અન્ય શખ્સ વિરુદ્ધ ફરિયાદ લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓએ વૃદ્ધાને રિક્ષામાંથી નીચે ઉતારી દીધા હતા અને ઘટના અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ અંગે શારદાબેને પાટણ બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા રિક્ષાચાલક, એક મહિલા અને એક અન્ય શખ્સ વિરુદ્ધ B.N.S.ની કલમ 309(4), 351(3), 126(2), 311, 3(5) તેમજ જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ હિન્દુ પરિષદનો જિલ્લા અભ્યાસ વર્ગ યોજાયો:નારણપુરા ખાતે સંગઠનના કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું
    Next Article
    BMW રિક્ષાને ટક્કર મારી બસ સ્ટેન્ડમાં ઘૂસી:ગાડી-સ્ટેન્ડનો કચ્ચરઘાણ, અમદાવાદમાં ઓટો પલટતા ચાલક ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment