Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ હિન્દુ પરિષદનો જિલ્લા અભ્યાસ વર્ગ યોજાયો:નારણપુરા ખાતે સંગઠનના કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું

    14 hours ago

    અમદાવાદના નારણપુરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા જિલ્લા અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગમાં પ્રાંત, વિભાગ, જિલ્લા અને પ્રખંડ સ્તરના કાર્યકર્તાઓ તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસ વર્ગ દરમિયાન કુલ ૯ સત્રો યોજાયા હતા. આ સત્રોમાં પ્રાંત અને વિભાગ સ્તરના અગ્રણીઓએ વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હર્ષદભાઈ ગિલેટવાળા, નિપુણભાઈ ભટ્ટ, તેજસભાઈ ઓઝા, ગણેશભાઈ રાઠોડ, કૈલાસભાઈ રાજપુરોહિત અને ચંદ્રિકાબેન પટેલ સહિતના વક્તાઓએ સંગઠનના મજબૂતીકરણ અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન નારણપુરા જિલ્લા મંત્રી દેવલભાઈ પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું. અભ્યાસ વર્ગના સમાપન બાદ કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને સંગઠન પ્રત્યે વધુ પ્રતિબદ્ધતા જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ નગરપાલિકા સદસ્ય સમીર પાંચાણીએ તમામ પદો પરથી આપ્યું રાજીનામું:નેતાએ પક્ષની કાર્યશૈલી સામે સવાલો ઊઠાવ્યા, કહ્યું-"વાયદા કરીને ભાજપમાં લાવ્યા પછી અન્યાય કર્યો"
    Next Article
    પાટણમાં રિક્ષામાં વૃદ્ધાને છરી બતાવી લૂંટ:મહિલા સહિત ત્રણ આરોપીઓએ દાગીના, રોકડ ઝૂંટવી ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment