Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકને અપાયું નવજીવન:શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ સ્ટાફે ચાર બાળકોના જીવ બચાવ્યા

    2 days ago

    ગુરુદેવ રાકેશજીની પ્રેરણાથી કાર્યરત સુરેન્દ્રનગર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ ખાતે તાજેતરમાં બાળકો દ્વારા ગળી લેવાયેલી જોખમી વસ્તુઓના ચાર ગંભીર કેસોમાં એન્ડોસ્કોપી દ્વારા સફળ સારવાર આપવામાં આવી હતી. સમયસર નિદાન અને અદ્યતન એન્ડોસ્કોપિક ટેક્નિકના ઉપયોગથી તમામ બાળકોને કોઈ જટિલતા વિના સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા હતા. એક કેસમાં બાળક દ્વારા બે લોહચુંબક ગળી જવાથી આંતરડાંને ગંભીર નુકસાન થવાની શક્યતા હતી, જ્યારે બીજા કેસમાં બટન બેટરી ગળી જવાથી અંદરના અંગોમાં કેમિકલ બર્ન થવાનો ભય હતો. ત્રીજા કેસમાં ખિલ્લી ગળી જવાથી પેટમાં ઈજા થઈ હતી અને ચોથા કેસમાં બાળક સિક્કો ગળી ગયું હતું, જે પેટમાં પહોંચી જતા તેને અટકી રહેવાની અથવા આગળ વધવાની શક્યતા હતી. ચારેય કેસોમાં કોઈ મોટી જટિલતા નોંધાઈ નહોતી, જે હોસ્પિટલની અદ્યતન એન્ડોસ્કોપી સુવિધા, નિષ્ણાત ટીમની કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે. જેમાં ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગના નિષ્ણાતો ડૉ. ચિંતન ટેઇલર, ડૉ. નુપુર મહેતા અને એનેસ્થેસિયા વિભાગના ડૉ. નંદન ઉપાધ્યાયની ટીમે એન્ડોસ્કોપી દ્વારા બાળકોના પેટમાંથી લોહચુંબક, બટન, ખિલ્લી, સિક્કા જેવી વસ્તુઓ સફળતા પૂર્વક કાઢી હતી અને બાળકોને ગંભીર સ્થિતિમાં જતા બચાવ્યા હતા. આમ, સુરેન્દ્રનગરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલમાં આ પ્રકારની સુવિધા દર્દીઓ માટે જીવન ઉદ્ધારક સાબિત થઇ છે.
    Click here to Read More
    Previous Article
    SOGના સમર્થનમાં અને કોંગ્રેસના વિરોધમાં ભગવા સંગઠનોનું શક્તિ પ્રદર્શન:‘હિન્દુ વિરોધી માનસિકતા’ના આરોપ સાથે નાનપુરા કોંગ્રેસ કાર્યાલયે હોબાળો; પોલીસ પ્રશાસનને ખુલ્લું સમર્થન
    Next Article
    વ્યાજખોરોનો આતંક:બહેનની સગાઇ માટે રૂ. અઢી લાખ વ્યાજે લીધા સામે 3 લાખ ચૂકવ્યા છતાં પત્ની-બહેન વિશે અભદ્ર ટિપ્પણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment