Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SOGના સમર્થનમાં અને કોંગ્રેસના વિરોધમાં ભગવા સંગઠનોનું શક્તિ પ્રદર્શન:‘હિન્દુ વિરોધી માનસિકતા’ના આરોપ સાથે નાનપુરા કોંગ્રેસ કાર્યાલયે હોબાળો; પોલીસ પ્રશાસનને ખુલ્લું સમર્થન

    2 days ago

    સુરતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો સંઘર્ષ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે. ગતરોજ શહેરના નાનપુરા વિસ્તારમાં સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈ કોંગ્રેસની કથિત 'હિન્દુ વિરોધી માનસિકતા' વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન માત્ર રાજકીય વિરોધ પૂરતું મર્યાદિત ન રહેતા, સુરત પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના સમર્થનમાં એક શક્તિ પ્રદર્શન બની રહ્યું હતું. શું છે વિવાદનું મૂળ? તાજેતરમાં કોંગ્રેસ દ્વારા સુરત પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આરોપ હતો કે, પ્રશાસન શાસક પક્ષના ઈશારે કામ કરી રહ્યું છે. આ આક્ષેપો સામે હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, ગુનેગારો સામે કાર્યવાહી કરતા પોલીસ જવાનોનું અપમાન કરવું એ અસ્વીકાર્ય છે. સંગઠનોના મતે, કોંગ્રેસ હંમેશા બહુમતી સમાજની લાગણીઓ અને સુરક્ષા સંસ્થાઓનો વિરોધ કરતી આવી છે. કોંગ્રેસ કાર્યાલય પર સૂત્રોચ્ચાર અને પોલીસનું સમર્થન ભગવા ધ્વજ અને પ્લેકાર્ડ્સ સાથે નાનપુરા પહોંચેલા કાર્યકરોએ 'વંદે માતરમ' અને 'કોંગ્રેસ હાય-હાય'ના નારા લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું. સામાન્ય રીતે પ્રદર્શનોમાં પોલીસ અને દેખાવકારો આમને-સામને હોય છે, પરંતુ અહીં દૃશ્ય તદ્દન અલગ હતું. પ્રદર્શનકારીઓએ સુરત પોલીસની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, પોલીસનું મનોબળ તોડવું એ દેશવિરોધી માનસિકતા છે. પ્રશાસન વિધર્મીઓ પર કાર્યવાહી કરે ત્યારે કોંગ્રેસને પેટમાં કેમ તેલ રેડાય છે?: ઓમપ્રકાશ શર્મા રાષ્ટ્રીય બજરંગ દળ (સુરત)ના મંત્રી ઓમપ્રકાશ શર્માએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અમને કોઈ રાજકીય પક્ષના વિરોધ સામે વાંધો નથી, પરંતુ જ્યારે પ્રશાસન સમાજની રક્ષા માટે વિધર્મીઓ કે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરે છે, ત્યારે કોંગ્રેસ કેમ વિરોધમાં ઉતરી આવે છે? જો SOG હિન્દુ ધર્મ અને સમાજની સુરક્ષા માટે કામ કરતી હોય અને તમે તેનો વિરોધ કરો, તો અમે તમારા વિરોધી છીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસનો હેતુ પ્રશાસનને દબાવવાનો અને સરકારનો વિરોધ કરવાનો છે. SOGએ હંમેશા ભ્રષ્ટાચાર અને ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. અમે, રાષ્ટ્રીય બજરંગ દળ અને ડૉ. પ્રવીણ તોગડિયા પ્રશાસનની સાથે છાતી ઠોકીને ઉભા છીએ. કોંગ્રેસે જવાબ આપવો પડશે કે જ્યારે હિન્દુ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે, ત્યારે તેમના નેતાઓ કેમ મૌન રહે છે?
    Click here to Read More
    Previous Article
    મહારાષ્ટ્રના વર્ધા અને છત્તીસગઢના રાજનાંદગાંવમાં તાપમાન 45°C:છત્તીસગઢ-ઓડિશા-ઝારખંડમાં રાત્રે લૂની એલર્ટ, અહીં સતત ત્રીજા દિવસે પારો 40°C થી વધુ
    Next Article
    બાળકને અપાયું નવજીવન:શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ સ્ટાફે ચાર બાળકોના જીવ બચાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment