Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કાલે શું કહેતી હતી, વધારે ચરબી ચડી ગઈ છે':અસામાજિક તત્વોએ ઘર બહાર પાર્ક કરેલી રિક્ષાના કાચ ડંડાથી તોડી નુકસાન કરીને મારમારી કરી, 3 શખ્સો ઝડપાયા

    12 hours ago

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહિલાના ઘરમાં ઘૂસી ગાળો આપીને મારામારી કરવા તેમજ ઘરની બહાર પાર્ક કરેલી રિક્ષાના કાચ ડંડાથી તોડી નુકસાન પહોંચાડવાના મામલે માંજલપુર પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ શખ્સોએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ કબીરધામનગર, કોતરતલાવડી વિસ્તારમાં રહેતા મધુબેન ચંદુભાઈ માળી સાંજના સમયે પોતાના ઘરે હાજર હતા. તે સમયે બે-ત્રણ શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને અગાઉની વાતને લઈને “કાલે શું કહેતી હતી, વધારે ચરબી ચડી ગઈ છે” કહી ગાળો આપી મારામારી કરી હતી. આરોપીઓએ ઘરની બહાર પાર્ક કરેલી રિક્ષાના કાચ ડંડા વડે તોડી નુકસાન પહોંચાડ્યું હતું તેમજ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પેટ્રોલિંગમાં રહેલી માંજલપુર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મારામારી કરનારા ત્રણેય શખ્સોને ગણતરીના સમયમાં ઝડપી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી. પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ: 1. પ્રદીપ અંબાલાલ ચાવડા (ગોહિલ) (ઉં.વ. 23), રહે. શામળનગર, અલવાનાકા, માંજલપુર, વડોદરા. 2. ધર્મેશભાઈ પાંડુરંગ મોરે (ઉં.વ. 28), રહે. ઓમકારગ્રીન્સ, માણેજા, મકરપુરા, વડોદરા. 3. હિતેન ઉર્ફે દેવુ રામાભાઈ ચાવડા (ઉં.વ. 23), રહે. શામળનગર, અલવાનાકા, માંજલપુર, વડોદરા. આરોપી પ્રદીપ ચાવડા વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016નો ગુનો નોંધાયેલો છે, જ્યારે ધર્મેશ મોરે વિરુદ્ધ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2026નો ગુનો નોંધાયેલો છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ગણેશોત્સવ માટે નિર્માલ્ય રથનું પ્રસ્થાન:પંડાલોમાંથી પૂજાપો એકત્ર કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાશે, જળ પ્રદૂષણ અટકાવવાનો હેતુ
    Next Article
    ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:બોમ્બ-ડોગ સ્ક્વોર્ડ, SOGના ચેકિંગમાં શંકાસ્પદ વસ્તુ ન મળી; વાડીનાર પોર્ટથી ન્યારા રિફાઈનરી-સિક્કા પોર્ટથી જામનગર સુધી ડ્રોન હુમલાની પણ ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment