Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામના કરજગામમાં કફ સિરપ જથ્થા સાથે એક ઝડપાયો:સરીગામ પોલીસે દરોડો પાડી કોડેઇન ધરાવતી 62 બોટલો જપ્ત કરી; અન્ય 3 વોન્ટેડ

    1 week ago

    વલસાડ જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે કડક કાર્યવાહી કરતા સરીગામ પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન ઉમરગામ તાલુકાના કરજગામ રાય ફળિયામાંથી મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ કરજગામ ખાતે રહેતા રોહિતકુમાર ઉર્ફે કાલિયા સંજય નિશાદને ગેરકાયદે કોડેઇન કફ સિરપના જથ્થા સાથે રંગેહાથ પકડી પાડવામાં આવ્યો છે. ₹7,130 ની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત પોલીસે આરોપી પાસેથી 100 ml ની કુલ 62 સીલબંધ નશાકારક બોટલો 'Codene Phosphate and Triprolidine Hydrochloride Cough Linctus Conex TR' જપ્ત કરી છે, જેની કુલ અંદાજિત કિંમત ₹7,130 થવા જાય છે. આ ઉપરાંત પોલીસે તપાસના ભાગરૂપે ઘટનાસ્થળેથી આરોપીનો મોબાઈલ ફોન, બસની ટિકિટ તેમજ ઓળખકાર્ડ સહિતનો અન્ય મુદ્દામાલ પણ કબ્જે લીધો છે. નશાકારક સિરપ મંગાવનારા અન્ય 3 શખસો વોન્ટેડ પોલીસની પ્રાથમિક સઘન પૂછપરછ દરમિયાન કફ સિરપનો આ ગેરકાયદે જથ્થો મંગાવવામાં અને પૂરો પાડવામાં અન્ય ત્રણ શખસોની સીધી સંડોવણી ખુલી છે. જેમાં સરીગામના આશીકઅલી અકબર ખાન, કરજગામના રીતેશભાઈ રઘુભાઈ ધોડી પટેલ અને સુરતના કીમ વિસ્તારના વિશાલ નામના શખસનો સમાવેશ થાય છે. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ સરીગામ પોલીસે આ સમગ્ર ગેરકાયદે નશાકારક સિરપ નેટવર્ક મામલે ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં સંકળાયેલા અને હાલ નાસતા-ફરતા તમામ ત્રણેય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રગતિમાન કરીને શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    MG ફાર્મ જોધપુર ખાતે RSS દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરાઈ:50 ગણવેશધારી સ્વયંસેવકો અને 150થી વધુ નાગરિકો શસ્ત્રપૂજનમાં જોડાયા
    Next Article
    મહેસાણામાં નવરાત્રી પર્વ નિમિત્તે ફુડ સેફટી વિભાગનું 20 સ્થળે ચેકિંગ:8 પેઢીમાંથી 34 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાયા, અસ્વચ્છતા દાખવનાર 2 પેઢી સામે કાર્યવાહી, અખાદ્ય ખોરાકનો નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment