Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં બજરંગ દળનો હુંકાર:રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને લેન્ડ જિહાદ સામે કલેક્ટરને આવેદન

    2 days ago

    દેશમાં વધતી જતી વિકૃત જેહાદી માનસિકતા અને રાષ્ટ્રીય સુરક્ષા સામે ઉભા થયેલા જોખમોના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટર માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સંગઠન દ્વારા દેશના સામાજિક તાણાવાણાને તોડવાના ષડયંત્રો સામે કઠોર કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે. બજરંગ દળના કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યુ હતુ.જેમાં મુખ્યત્વે પાંચ ગંભીર મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોર્યું છે. જેમાં વ્યવસાયિક ક્ષેત્રો અને સુશિક્ષિત સમાજમાં ફેલાઈ રહેલા ‘લવ જિહાદ'ના જાળા, હિન્દુ કન્યાઓનું શારીરિક શોષણ અને ધર્માંતરણના કિસ્સાઓનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત, સરકારી, વન અને રેલવેની જમીનો પર થઈ રહેલા ગેરકાયદેસર ‘લેન્ડ જિહાદ'ને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો છે. આવેદનપત્રમાં ખાનગી રાહે ચાલી રહેલી અપવિત્ર ખાન- પાનની ઘટનાઓનો પણ ઉલ્લેખ છે. જે નાગરિકોના સ્વાસ્થ્ય અને ધાર્મિક લાગણીઓ સાથે ખીલવાડ હોવાનું જણાવાયું છે. આ કાર્યક્રમમાં બજરંગ દળના જિલ્લા સંયોજક અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને શાંતિ-સદભાવ જાળવવા અસામાજિક તત્વો પર કાર્યવાહી કસવા વહીવટી તંત્રને અપીલ કરી હતી. બજરંગદળની મુખ્ય માગણીઓ‎ રાષ્ટ્રવિરોધી તત્વોને ચિહ્નિત કરી ત્વરિત કઠોર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. સરકારી અને જાહેર જમીનો પરથી તમામ ગેરકાયદેસર દબાણો તાત્કાલિક હટાવવામાં આવે. લવ જિહાદ અને જબરન ધર્માંતરણ રોકવા માટે કડક કેન્દ્રીય કાયદો લાગુ કરવામાં આવે. જનજાતીય વિસ્તારોમાં શોષણ અટકાવવા વિશેષ સુરક્ષા તંત્ર વિકસાવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    લીંબુના ભાવમાં તોતિંગ ઉછાળો:ગરમી વધતાં લીંબુ શરબતની ડિમાન્ડ વધી પરંતુ ભાવ સાંભળીને ચક્કર આવી જાય તેવી સ્થિતિ
    Next Article
    તડબૂચના ભાવ અને માંગ વધી:સુરેન્દ્રનગર જિલ્લામાં દૈનિક અંદાજે 250 મણ તરબુચનુ વેચાણ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment