Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબુના ભાવમાં તોતિંગ ઉછાળો:ગરમી વધતાં લીંબુ શરબતની ડિમાન્ડ વધી પરંતુ ભાવ સાંભળીને ચક્કર આવી જાય તેવી સ્થિતિ

    2 days ago

    મોરબીમાં કાળઝાળ ગરમીને કારણે ચારેકોર ગરમ લૂ ફૂંકાતા ગરમ લૂથી બચવા જન આરોગ્ય માટે લીંબુ સરબત શ્રેષ્ઠ આરોગ્ય વર્ધક ગણાય, પણ હાલ આગઝરતી ગરમી કરતા લીંબુના ભાવો લોકોને વધુ દઝાડી રહ્યા છે. તેજ સૂર્ય પ્રકોપને કારણે ભાવો આસમાને પહોંચી ગયા છે. જેમાં હાલ દરેક ઘરે લીંબુ માંગ વધી છે, શહેરમાં લીંબુ સરબત સોડાની રેંકડી, દુકાનો, અન્ય ખોરાકમાં લીંબુની જરૂરિયાત હોવાથી એટલી બધી ડિમાન્ડ નીકળી છે કે રાતોરાત ભાવ ઉંચકાયા છે, ભાવ સાંભળીને જ દાંત ખાટા થઇ જાય કે ચક્કર આવી જાય તેવી નોબત આવી પડી છે. ગરમી વધતાં લોકો લીંબુ સરબતના શરણે જઇ રહ્યા છે તો વળી અમુક લોકો લીંબુનો જબરો સ્ટોક કરવા જથ્થાબંધ ખરીદી કરી રહ્યા છે. પાંચ દિવસના ભાવનો સરેરાશ રેશિયો લીંબુના મણ દીઠ ભાવ ક્રમશ: જોઈએ તો પાંચ દિવસ પહેલા લીંબુના મણના 2100 રૂપિયા ભાવ હતો. તેમાંથી એના બીજા દિવસે વધીને 2800 રૂપિયા થયા હતા અને ત્રીજા દિવસે તો લીંબુના મણના ભાવ 3 હજાર રૂપિયાને આંબી ગયા હતા અને ગઈકાલે મણના રૂ.3040 ભાવ થઈ ગયા બાદ શનિવારે મોરબી યાર્ડમાં લીંબુના ભાવ રૂ.3080 એ પહોંચી જતા સામાન્ય અને મધ્યમવર્ગીય લોકોને ગરમીથી બચવા લીંબુ સરબત પીવું દાંત ખાટા કરવા સમાન બની ગયું હતું. માર્ચમાં 2000 આસપાસના ભાવ હતા માર્ચ મહિના પહેલા એટલે માગશર મહિનામાં ઠંડીમાં મણના 1200ની આસપાસ ભાવ હતા. પણ માર્ચ મહિનો શરૂ થતાં ગરમી વધવાની ધીરેધીરે ભાવ વધીને લીંબુના મણના ભાવ રૂ.2000ની આસપાસ થયા હતા. જો કે દસેક દિવસ પહેલા માવઠાને કારણે વાતાવરણ ઠંડુ થતા લીંબુના ભાવોમાં થોડી રાહત થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    આંતરિક વિખવાદ:મોરબીમાં ભાજપના ઉમેદવાર સામે પાટીદાર સમાજમાં નારાજગી, બેનરમાંથી ફોટો હટાવ્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં બજરંગ દળનો હુંકાર:રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને લેન્ડ જિહાદ સામે કલેક્ટરને આવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment