Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરિક વિખવાદ:મોરબીમાં ભાજપના ઉમેદવાર સામે પાટીદાર સમાજમાં નારાજગી, બેનરમાંથી ફોટો હટાવ્યો

    2 days ago

    મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ જેવી સ્થિતિ ઉભી થઈ છે. અહીં એક ઉમેદવાર સામે ઉભો થયેલો સામાજિક વિરોધ પક્ષના આંતરિક વિખવાદમાં ફેરવાઈ રહ્યો છે. વોર્ડ નં. 9ના ભાજપના એક ઉમેદવાર હિરેન કરોતરા સામે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અસંતોષનું મૂળ ઉમેદવારના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આક્ષેપ મુજબ, પાટીદાર સમાજની દીકરી સાથે લગ્ન બાદ દંપતી વચ્ચે વિવાદ ચાલતો હોય અને પ્રશ્ન છૂટાછેડા ન આપવાના મામલે સમાજના ચોક્કસ વર્ગોમાં નારાજગી છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં આ મુદ્દો ચૂંટણી પ્રચાર દરમિયાન હવે જોર પકડી રહ્યો છે. આ સામાજિક વિરોધની અસર ભાજપના અન્ય ઉમેદવારો પર પણ પડવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે વોર્ડ નં. 9ની પેનલના અન્ય ત્રણ ઉમેદવારોએ પ્રચાર કાર્યાલયમાંથી વિવાદિત ઉમેદવારનો ફોટો દૂર કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, સામાજિક રોષથી બચવા અને પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે અન્ય ઉમેદવારોએ આંતરિક અંતર જાળવવાનું પગલું ભર્યું છે. વોર્ડ નં. 9 એ રાજકીય રીતે અત્યંત મહત્વનો વિસ્તાર છે. અહીં પાટીદાર મતદારોનો ઝુકાવ નિર્ણાયક સાબિત થતો હોય છે. જો આ વિરોધ વકરશે તો ભાજપની આખી પેનલને તેની કિંમત ચૂકવવી પડી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ૨૬મી એપ્રિલે મતદાન પહેલા ભાજપ આ ''ઘરના ઝઘડા'' અને સામાજિક વિરોધને શાંત કરવામાં સફળ રહે છે કે પછી આ વિવાદ ચૂંટણીના પરિણામોમાં નવો વળાંક લાવશે?
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:મોરબી શહેરમાં પરિવારની તમામ જવાબદારી વહન‎કરતાં શિક્ષિત મહિલાએ લીધો મૂક સેવાનો ભેખ‎
    Next Article
    લીંબુના ભાવમાં તોતિંગ ઉછાળો:ગરમી વધતાં લીંબુ શરબતની ડિમાન્ડ વધી પરંતુ ભાવ સાંભળીને ચક્કર આવી જાય તેવી સ્થિતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment