Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:મોરબી શહેરમાં પરિવારની તમામ જવાબદારી વહન‎કરતાં શિક્ષિત મહિલાએ લીધો મૂક સેવાનો ભેખ‎

    2 days ago

    મોરબીના એક મહિલા કે જે કોઇ સેલિબ્રિટી નથી તેમ છતાં પોતાની વિચારસરણી અને મૂક સેવાના લીધે તે સમગ્ર નારી જાતિ કરતા અલગ અને મુઠી ઉંચેરું વ્યક્તિત્વ ધરાવે છે. કોઇ ગરીબ બાળકની ફી ભરવાની હોય કે દર્દીની મોંઘી સારવાર કરાવવાની હોય કે પછી વૃધ્ધોને ભોજન પહોંચાડવાનું હોય, આ મહિલા સદૈવ અગ્રેસર જ હોય.અહીં વાત થઇ રહી છે સાધનાબેન જગદીશભાઇ ઘોડાસરાની. તેઓ ગેજ્યુએટ છે, બે પુત્રી છે અને પતિ ઉદ્યોગ ધંધામાં સારું કમાતા હોય ખાધેપીધે સુખી સંપન્ન પરિવારના છે. એમનું અંતર-મન હમેશા જે ખુશીઓથી વંચિત હોય એવા બીજા લોકોનું ભલું કરવામાં જ રચ્યું પચ્યું રહે છે તેઓ દ્રઢપણે માને છે કે સમાજનો મોટો સમૂહ જે કોઈને કોઈ અભાવોથી પીડિત છે અને એમને મદદ કરવા માટે ઈશ્વરે આપણને લાયક બનાવ્યા છે. તો આપણે આવા લોકોનું ભલું કરવામાં નિમિત્ત કેમ ન બનીએ ? તેઓએ અનેક ગરીબ બાળકોની શિક્ષણ ફી, જરૂરિયાત મંદ દર્દીઓની મોંઘીમાં મોંઘી હોસ્પિટલમાં સઘન સારવારનો ખર્ચ,ઘર વિહોણા ગરીબોને સ્વપ્નનું ઘર બનાવવામાં તમામ સહયોગ પૂરો પાંડવા જેવી અનેકવિધ સેવપ્રવૃત્તિઓ કરી રહ્યા છે. નાનપણથી માતાપિતા તરફથી બીજાને મદદરુપ થવાનો સદગુણ વારસામાં મળ્યો છે. ઇચ્છા હોય તો એક ટુકડો રોટલી આપીને મદદ થાય‎ સાધનાબેનકહે છે કે, તેઓએ ઘણી બધી નારીઓને એવી ફરિયાદ કરતા સાંભળી છે કે એક નારી આખરે કેટલા મોરચે લડી શકે ? લગ્ન પહેલા શિક્ષણ, કેરિયર બનાવવી, ઘરની પણ જવાબદારી તેમજ લગ્ન પછી વર્કિંગ વુમનને સંતાનો ઉછેર, સાસુ સસરા અને પતિની જવાબદારી, પરિવારિક સંબંધો વગેરે. ત્યારે તેઓ કહે છે કે,જહાં ચાહ હે વહા રાહ હે.. મતલબ કોઈને મદદ કરવાની અંતર મનથી ઈચ્છા હોય તો એક ટુકડો રોટલીમાંથી પણ મદદ કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    હુમલો:કારખાનામાં આવતા અટકાવ્યા કેમ? 4 શખ્સનો સિક્યોરિટી ગાર્ડ પર હુમલો
    Next Article
    આંતરિક વિખવાદ:મોરબીમાં ભાજપના ઉમેદવાર સામે પાટીદાર સમાજમાં નારાજગી, બેનરમાંથી ફોટો હટાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment