Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હુમલો:કારખાનામાં આવતા અટકાવ્યા કેમ? 4 શખ્સનો સિક્યોરિટી ગાર્ડ પર હુમલો

    2 days ago

    મોરબીના જૂના ઘુટું રોડ ઉપર આવેલા એક કારખાનામાં ચાર શખ્સ શંકાસ્પદ રીતે દરવાજો કૂદીને અંદર ઘૂસતા કારખાનાના સિક્યુરિટી ગાર્ડ જોઇ જતાં આ ચારેયને કારખાનામાં જતા અટકાવ્યા હતા. જેથી ચારેય શખ્સે ઉશ્કેરાઈને ચાર પૈકીના એકે લાપી ભરવાના ધારવાળા પતરાથી હુમલો કરી સિક્યુરિટી ગાર્ડના પેટના ભાગે મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ અન્ય ત્રણ શખ્સએ ઇજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડને ઢીકાપાટુનો ઢોર માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ હોલો સેનેટરી કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મૂળ જામનગર જિલ્લાના વાગુદળ ગામના રહેવાસી અરવિંદભાઈ રામભાઈ રામાવત (ઉ.વ.45) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માનવ કાથરાણી, નવાજ કટિયા, શેરમામદ કટિયા અને ફેજાન મોવર રહે. બધા મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે હોલો સેનેટરી કારખાનામાં પોતાની સિક્યુરિટી ગાર્ડ તરીકેની ફરજ ઉપર હતો ત્યારે માનવ કાથરાણી કંપનીના ગેટ પાસે હાજર હતો અને બાકીના ત્રણ આરોપી બાઈક લઈને કંપનીના ગેટ પાસે આવ્યા હતા ગેટ બંધ હોય ગેટને કૂદીને તે શખ્સએ કંપનીના ગ્રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ફરિયાદીએ પૂછ્યા વગર કંપનીની અંદર જવાની ના પાડી હતી જેથી ચારેય શખ્સ ઉશકેરાઈ ગયા હતા અને માનવ કાથરાણીએ લાપી ભરવાનું ધાર વાળું પતરું ફરિયાદીને પેટના ભાગે ઘા મારીને જીવલેણ ઇજા કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે અન્ય ત્રણ આરોપીએ માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી સિક્યુરિટી ગાર્ડે સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઉધના સ્ટેશન પર 'મિની બંગાળ' જેવો માહોલ:તિરંગા લઇ 1300 શ્રમિક ભાજપને મત આપવા ફ્રીમાં 'વોટર્સ સ્પેશિયલ' ટ્રેનમાં વતન રવાના, વંદે માતરમ્-જય શ્રીરામના નારા ગૂંજ્યા
    Next Article
    મંડે પોઝિટીવ:મોરબી શહેરમાં પરિવારની તમામ જવાબદારી વહન‎કરતાં શિક્ષિત મહિલાએ લીધો મૂક સેવાનો ભેખ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment