Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા:સૌરાષ્ટ્ર-કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ, વીજપોલ સામે પૂરતું વળતર આપવા સરકારને ઘેરી; વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા

    9 hours ago

    મોરબીના સનાળા-રાજપર રોડ પર કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરાયું. આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોના મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા. ખેડૂતોને વીજપોલ માટે જમીનના પૂરતા વળતર સહિત અનેક પ્રશ્નો છે. સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી અને પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ હાજર રહ્યા. માજી ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, ભચુભાઈ પટેલ, પ્રતાપભાઈ દુધાત, મહામદજાવિદ પીરઝાદા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, સાંસદ ગેનીબેન ઠાકોર, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ અઘાર અને મનોજભાઈ પનારા પણ ઉપસ્થિત હતા. આગેવાનોએ સૌરાષ્ટ્ર-કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની અને વીજપોલ સામે પૂરતું વળતર આપવાની માંગ કરી. ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોના હિતમાં આ માંગ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ઝેલેન્સ્કીને અમેરિકન અધિકારીઓએ બંધ રૂમમાં ધમકાવ્યા:કહ્યું- ટ્રમ્પ તમારાથી ખૂબ નારાજ છે, યુક્રેનના રાષ્ટ્રપતિએ સ્પષ્ટતા આપવી પડી
    Next Article
    દિવાળીનાં તહેવારોમાં રાજકોટ ઝગમગી ઉઠશે:મનપા દ્વારા રેસકોર્સ રિંગરોડ પર 4 દિવસ રોશનીભર્યો કાર્નિવલ યોજાશે, ધનતેરસે આતશબાજીનો અદ્દભૂત નઝારો જોવા મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment