Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લેન્ડફીલ સાઈટ પર જતી ગાડીમાંથી માર્ગ પર કચરો પડતા કાર્યવાહી:પાલિકાની શાખને નુકસાન પહોંચાડનાર કોન્ટ્રાક્ટરને નોટીસ આપી 2.50 લાખનો દંડ ફટકારાયો

    6 hours ago

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વચ્છતાના આગ્રહી બનવા માટેનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ રાખવા માટે સતત સઘન સ્વચ્છતા અભિયાન, માર્ગોની નિયમિત સફાઈ તેમજ કચરા પરિવહન વ્યવસ્થા પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. પાલિકા દ્વારા કરવામાં આવતી આ વ્યાપક કામગીરી વચ્ચે કચરાના પરિવહન દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતા તંત્રએ લાલ આંખ કરી છે. કચરાનું યોગ્ય પરિવહન ન થતા જાહેર માર્ગો પર ગંદકી તાજેતરમાં સેકન્ડરી ટ્રાન્સફર સ્ટેશનથી લેન્ડફિલ સાઈટ અથવા કચરા નિકાલના સ્થળ તરફ કચરો લઈ જતા એક સેકન્ડરી ટ્રાન્સપોર્ટ વાહનની ચકાસણી કરાઈ હતી. આ ચકાસણી દરમિયાન માલૂમ પડ્યું હતું કે, વાહનમાંથી કચરો જાહેર રસ્તા પર ધોળાઈ રહ્યો હતો. આનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો, જેના કારણે મહાનગરપાલિકાની છબીને મોટું નુકસાન પહોંચ્યું હતું. વાહન દ્વારા કચરાનું યોગ્ય રીતે પરિવહન ન થવાથી શહેરના જાહેર માર્ગો પર ગંદકી ફેલાતી હતી. કોન્ટ્રાક્ટરને કારણદર્શક નોટિસ અને દંડ ફટકારાયો આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કડક પગલાં ભરાયા છે. પાલિકાની શાખને નુકસાન પહોંચાડવા બદલ સંબંધિત કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. આ સાથે જ કોન્ટ્રાક્ટર પર રૂપિયા 2.50 લાખનો દંડ ફટકારાયો છે અને નિયમભંગ કરનાર સંબંધિત ટ્રિપને રદ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે, શહેરમાં સતત હાથ ધરવામાં આવતા ક્લિનલીનેસ ડ્રાઈવ વચ્ચે આવી ઘટનાઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. બેદરકારી સામે ઝીરો ટોલરન્સની નીતિ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાએ તમામ કચરા પરિવહન વાહનચાલકો અને કોન્ટ્રાક્ટરોને કડક સૂચનાઓ આપી છે. વાહનમાં કચરો ભરીને જતી વખતે તેને યોગ્ય રીતે ઢાંકેલું રાખવું, રસ્તા પર કચરો ન ઢોળાય તેની ખાસ તકેદારી રાખવી અને કરારની તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત બનાવાયું છે. મહાનગરપાલિકા દ્વારા આવી બેદરકારી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આગામી સમયમાં નિયમિત મોનિટરિંગ વધારીને નિયમભંગ કરનારાઓ સામે વધુ કડક દંડાત્મક કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    અભિષેક જૈન-મનોજ જોશી ફિલ્મ સેન્સર બોર્ડના સભ્યો હશે:સરકારે સેન્સર બોર્ડમાં 7 વર્ષ પછી બદલાવ કર્યો, 18 નવા સભ્યોનો સમાવેશ કર્યો
    Next Article
    बिजनौर में आज फिर चली ताबड़तोड़ गोलियां, गाड़ी सवार बदमाशों ने चलाई गोलियां, पुलिस तलाश में जुटी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment