Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેમિકન્ડક્ટર ટેકનોલોજી પર એક્સપર્ટ લેક્ચર યોજાયું‎:દાહોદના એન્જિ.ના વિદ્યાર્થીઓ માટે સેમિકન્ડક્ટરમાં કારકિર્દીના દ્વાર ખુલશે

    2 days ago

    વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વમાં સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઈનિંગનું મહત્વ વધી રહ્યું છે, ત્યારે દાહોદના વિદ્યાર્થીઓને આ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાના હેતુથી સરકારી ઈજનેરી કોલેજ ખાતે વિશેષ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોલેજમાં VLSI ડિઝાઇન અને ASIC (ચિપ) નિર્માણ પ્રક્રિયા પર ઉદ્યોગ જગત અને શિક્ષણ જગત વચ્ચે વિચાર-વિમર્શ” વિષય પર એક્સપર્ટ લેક્ચર યોજાયું હતું. જેમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન અને ઈલેક્ટ્રિકલ વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મુખ્ય વક્તા તરીકે ‘પ્રોનોસિસ ટેકનોલોજી’ના ટેકનિકલ નિષ્ણાત ડો.મનન મેવાડા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને VLSI ડિઝાઇન અને ASIC ડેવલપમેન્ટ જેવી જટિલ પ્રક્રિયાઓને ખૂબ જ સરળ રીતે સમજાવી હતી. આ ક્ષેત્રમાં થઈ રહેલા વૈશ્વિક પરિવર્તનોની ચર્ચા કરતા જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં ટેકનિકલ કૌશલ્ય ધરાવતા એન્જિનિયરો માટે કારકિર્દીની અપાર તકો રહેલી છે. પ્રો.એબી વાઘેલા અને પ્રો.એનકે સૈનીના માર્ગદર્શન હેઠળ આયોજિત વ્યાખ્યાનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાનની સાથે ઉદ્યોગોના વાસ્તવિક અનુભવો પૂરા પાડવાનો હતો. આ લેક્ચરના માધ્યમથી વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રીમાં ચાલતા લેટેસ્ટ ટ્રેન્ડ્સ સમજવા મળ્યા હતા. જે આ ક્ષેત્રમાં રોજગારી મેળવવામાં અને સફળ કારકિર્દી બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી:સંજેલીની ઘર ભૂલેલી અસ્વસ્થ દીકરીને ‘સખી વન સ્ટોપે’ પરિવાર સાથે મિલાવી
    Next Article
    શૈક્ષણિક ક્ષેત્રે કરાશે ભગીરથ કાર્ય:દાહોદના બિરસા મુંડા ભવનમાં ₹20 લાખના ખર્ચથી આધુનિક લાઈબ્રેરી બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment