Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં રિક્ષા ગેંગ ફરી સક્રિય:સિક્યુરિટી ગાર્ડનું ખિસ્સું કાપી ₹20 હજારની તફડંચી, દીકરાને જેલમાંથી છોડાવવા ભેંસ વેચેલા રૂપિયા ચોરાતાં આધેડ લાચાર

    20 hours ago

    અમદાવાદ-ચિલોડા હાઈવે પર મુસાફરોને સસ્તામાં બેસાડી નજર ચૂકવી નાણાં સેરવી લેતી રિક્ષા ગેંગ ફરી એકવાર સક્રિય થઈ છે. ચિલોડા પોલીસ સ્ટેશનની હદમાં ગઈકાલે સાંજે એક સિક્યુરીટી ગાર્ડને રિક્ષામાં બેસાડી, પેન્ટનું ખિસ્સું કાપી ₹20 હજારની રોકડ ચોરી જવાના મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેલમાં બંધ દીકરાને છોડાવવા માટે ભેંસ વેચીને માંડ-માંડ ભેગા કરેલા રૂપિયા ચોરાઈ જતાં આધેડ લાચાર સ્થિતિમાં મુકાઈ ગયા છે. આગ્રહપૂર્વક રિક્ષામાં બેસાડી અર્ધરસ્તે ઉતાર્યા ગાંધીનગરના સાદરા ગામના કલ્યાણપુરા ખાતે રહેતા 55 વર્ષીય વજેસિંહ ચૌહાણ ચિલોડા-અમદાવાદ રોડ પર માર્કેટ યાર્ડમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગઈકાલે સાંજે તેઓ નોકરી પૂરી કરી ઘરે જવા નીકળ્યા ત્યારે ક્રિષ્ણા હોસ્પિટલ પાસે પીળા હુડવાળી એક સીએનજી રિક્ષા (GJ-01-TG-6310) આવી હતી. રિક્ષામાં ચાલક સિવાય એક મહિલા અને ત્રણ પુરુષો સવાર હતા. વજેસિંહે બેસવાની ના પાડી હોવા છતાં, પેસેન્જરોએ આગ્રહ કરીને તેમને વચ્ચેની સીટ પર બેસાડી દીધા હતા. તીક્ષ્ણ સાધનથી ખિસ્સું કાપી ગેંગ રફુચક્કર રિક્ષા ચિલોડા સર્કલ તરફ આગળ વધી ત્યારે ગળનાળા પાસે ચાલકે અચાનક બ્રેક મારી હતી અને 'અમારે આગળ નથી જવાનું' તેમ કહી વજેસિંહને ઉતારી દીધા હતા. રિક્ષા ઉપડી ગયા બાદ વજેસિંહે પેન્ટના ખિસ્સામાં હાથ નાખતાં જ ચોંકી ઉઠ્યા હતા. તેમનું ખિસ્સું કોઈ તીક્ષ્ણ સાધન વડે કપાયેલું હતું અને અંદર રાખેલા ₹20,000 ગાયબ હતા. તેમણે બૂમાબૂમ કરી પરંતુ ગેંગ નાસી છૂટી હતી, જોકે વજેસિંહે ભાગતી રિક્ષાનો નંબર નોંધી લીધો હતો. દીકરાના જામીનની ફી માટે ભેગા કર્યા હતા રૂપિયા આ ચોરીની ઘટના વજેસિંહ માટે અત્યંત આંચકાજનક હતી, કારણ કે તેમનો નાનો દીકરો હાલ જેલમાં બંધ છે. તેને જામીન પર છોડાવવા માટે વકીલને ફી આપવાની હોવાથી તેમણે પોતાની ભેંસ વેચીને માંડ-માંડ આ ₹20 હજાર ભેગા કર્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો અને ચિલોડા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે રિક્ષા નંબરના આધારે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    US charges Lawrence Bishnoi for attacks on Salman Khan, Gippy Grewal, Moosewala
    Next Article
    ઇન્સ્ટાગ્રામ ચેટના વિવાદે લીધો લોહિયાળ વળાંક:બોટાદમાં યુવકની હત્યા, બે ઈજાગ્રસ્ત; સમાધાનના બહાને બોલાવી તીક્ષ્ણ હથિયારથી હુમલો, આરોપીઓ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment