Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્સ્ટાગ્રામ ચેટના વિવાદે લીધો લોહિયાળ વળાંક:બોટાદમાં યુવકની હત્યા, બે ઈજાગ્રસ્ત; સમાધાનના બહાને બોલાવી તીક્ષ્ણ હથિયારથી હુમલો, આરોપીઓ ફરાર

    22 hours ago

    બોટાદ શહેરમાં ખસ રોડ વિસ્તારમાં શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર થયેલા ચેટના વિવાદને લઈને સમાધાન માટે બોલાવાયેલા યુવકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવતા એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવક ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. એક યુવકની હત્યા, બે ઈજાગ્રસ્ત પ્રાથમિક માહિતી મુજબ, હરપાલ રવુભાઈ ખાચર, અક્ષય રાજુભાઈ ખાચર અને સતુ વલકુભાઈ બોરીચા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં હરપાલ ખાચરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અક્ષય ખાચરને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે, જ્યારે સતુ બોરીચાની સારવાર બોટાદમાં ચાલી રહી છે. લોકો બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે એકત્રિત થયા ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસકાફલો હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર યુવતીને મોકલાયેલા રિક્વેસ્ટ મેસેજના મુદ્દે વિવાદ સર્જાયો જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીને મોકલાયેલા રિક્વેસ્ટ મેસેજના મુદ્દે વિવાદ સર્જાયો હતો. આ બાબતે યુવતીના ભાઈ અને તેના સાગરિતોએ સમાધાનના બહાને યુવકોને બોલાવી તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી સઘન શોધખોળ શરૂ કરી છે. બનાવ પાછળના અન્ય કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં રિક્ષા ગેંગ ફરી સક્રિય:સિક્યુરિટી ગાર્ડનું ખિસ્સું કાપી ₹20 હજારની તફડંચી, દીકરાને જેલમાંથી છોડાવવા ભેંસ વેચેલા રૂપિયા ચોરાતાં આધેડ લાચાર
    Next Article
    Iyer "Must Be Angry" But Still Karthik Finds His Post-Match Statement 'Odd'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment