Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી:સંજેલીની ઘર ભૂલેલી અસ્વસ્થ દીકરીને ‘સખી વન સ્ટોપે’ પરિવાર સાથે મિલાવી

    2 days ago

    દાહોદ જિલ્લામાં સરકારી સેવાઓ સંવેદના સાથે કાર્યરત છે તેનો જીવંત દાખલો ‘સખી વન સ્ટોપ સેન્ટર' દ્વારા પૂરો પાડ્યો છે. સંજેલી તાલુકાના એક માનસિક અસ્વસ્થ બહેન રસ્તો ભટકીને ફતેપુરાના બલૈયા પહોંચ્યા હતા. માતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી અને પિતાના વ્યસનનો ભોગ બનેલી આ દીકરી માટે સખી વન સ્ટોપ સેન્ટર ખરા અર્થમાં ‘સખી' સાબિત થયું છે. ગત 17 એપ્રિલે 181 મહિલા હેલ્પલાઇન દ્વારા આ બહેન નિરાધાર હાલતમાં મળી આવ્યા હતા. તેમની સલામતી માટે તુરંત ‘સખી વન સ્ટોપ સેન્ટર' ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારી રોહનકુમાર ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી પંકજ પટેલના માર્ગદર્શન હેઠળ બહેનને તબીબી સારવાર અને કાઉન્સિલિંગ આપવામાં આવ્યું. કાઉન્સિલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે કેન્દ્ર સંચાલકોએ સંજેલીના સ્થાનિક પ્રતિનિધિઓની મદદથી પરિવારની શોધખોળ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ બહેનની સ્થિતિ અત્યંત દયનીય છે. માતાનું અવસાન થયું છે અને પિતા વ્યસનને કારણે દીકરીનું ધ્યાન રાખી શકતા નથી. ભાઈ-ભાભી આર્થિક તંગીને કારણે મજૂરી અર્થે બહારગામ છે. પરિવારની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ દીકરીને લેવા દાહોદ આવી શકે તેમ પણ નહોતા. આથી, અધિકારીઓની સૂચનાથી સેન્ટરનો સ્ટાફ પોતે ગાડી લઈને બહેનને તેમના ઘર સુધી સુરક્ષિત પહોંચાડી આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડાનો 593મો સ્થાપના દિન:લુણાવાડાના 593મા સ્થાપના દિને શોભાયાત્રા, લૂણેશ્વર દાદાની મહાપૂજા
    Next Article
    સેમિકન્ડક્ટર ટેકનોલોજી પર એક્સપર્ટ લેક્ચર યોજાયું‎:દાહોદના એન્જિ.ના વિદ્યાર્થીઓ માટે સેમિકન્ડક્ટરમાં કારકિર્દીના દ્વાર ખુલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment