Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડાનો 593મો સ્થાપના દિન:લુણાવાડાના 593મા સ્થાપના દિને શોભાયાત્રા, લૂણેશ્વર દાદાની મહાપૂજા

    2 days ago

    વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના પવિત્ર દિવસે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક એવા ઐતિહાસિક નગર લુણાવાડાનો 593મો સ્થાપના દિન અત્યંત હર્ષોલ્લાસ અને પરંપરાગત શ્રદ્ધા સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર નગર ઉત્સવના રંગે રંગાયું હતું, ​ આજથી 593 વર્ષ પૂર્વે, ઈ.સ. 1434માં મહારાજા ભીમસિંહે લૂણનાથ બાબાની પ્રેરણા અને નગરદેવતા લૂણેશ્વર દાદાની કૃપાથી ‘લાવણ્યપુરી' આજના લુણાવાડા નગરનો પાયો નાખ્યો હતો. 5 સદીઓ વિત્યા પછી પણ આ નગર તેની ભવ્યતા અને સંસ્કારિતા માટે જાણીતું છે. આ મંગલમય દિવસની ઉજવણીના પ્રારંભે સવારે નગરના આદ્ય દેવ લૂણેશ્વર મહાદેવના મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. લૂણેશ્વર મહાદેવના આશીર્વાદ લીધા બાદ મહારાજા સિધ્ધરાજસિંહ, નગર સ્થાપના દિન ઉત્સવ સમિતિના ચેરમેન અને પાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યો અને શહેરના અગ્રણી નાગરિકોની ઉપસ્થિતિમાં પાલખી પૂજન કરી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. નગરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રામાં બુરહાની બેન્ડની સૂરાવલિઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરીને નગરપાલિકા કચેરી ખાતે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મહાનુભાવો અને નગરજનોએ લુણાવાડાના પ્રજાવત્સલ રાજવીઓને આદરપૂર્વક યાદ કર્યા હતા. લુણાવાડાના શાસકોએ શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાઓની સાથે જે આધુનિક નગરરચના અને દીર્ઘદ્રષ્ટિ દાખવી હતી, તેને કારણે જ આજે લુણાવાડા એક સુવ્યવસ્થિત અને સમૃદ્ધ વારસો ધરાવે છે. કાર્યક્રમના અંતે રાજવી પરિવાર સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. લુણાવાડાનો ઇતિહાસ ... લુણાવાડાનું પ્રાચીન નામ આનત્તપુર હતું. ત્યાર પછી સાહિત્યકારોએ તેને લાવણ્યપુર તરીકે ઓળખાવ્યુ અને હાલમાં લુણાવાડા નામ પ્રચલિત છે. મહારાજા ભીમસિંહ પછી મહારાજા ન્હારસિંહે સાશન કર્યું. તેમના સમયમાં લુણાવાડાને ફરતો કિલ્લો ઇ.સ. 1718માં બન્યો હતો. કિલ્લાને તે સમયે પાંચ દરવાજા હતા. જેમાંથી આજે ત્રણ દરવાજા જેમાં બે દરકોલી દરવાજા અને એક શહેરા દરવાજો હયાત છે. લુણાવાડામાં તોપખાનું ઘણુ જ મોટું હતું.રાજા દલેલસિંહે લુણેશ્વર મંદિરની પાછળવાવ બંધાવી, કિસનસાગર અને વસંતસાગર તળાવપણ તેઓએ બંધાવ્યા મહારાણા વખતસિંહને મહારાણી વિકટોરીયાતરફથી KCIEનો ખિતાબ આપવામાં આવ્યો હતો. મહારાણા વખતસિંહના અવસાન પછી રણજીતસિંહના પુત્ર વિરભદ્રસિંહ ઇ.સ. 1930માંગાદીએ આવ્યા હતા. રાજા દલેલસિંહજીએ લુણેશ્વર મંદિરની પાછળ વાવ બંધાવી, કિસનસાગર અને વસંતસાગર તળાવ પણ તેઓએ બંધાવ્યા મહારાણા વખતસિંહજીને મહારાણી વિકટોરીયા તરફથી K.C.I.E.નો ખિતાબ આપવામાં આવ્યો હતો. મહારાણા વખતસિંહના અવસાન પછી રણજીતસિંહના પુત્ર વિરભદ્રસિંહ ઇ.સ. 1930માં ગાદીએ આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:શિક્ષણનો નવો આયામ: પીએમ નવાગામ પ્રાથમિક શાળા બની રાજ્યની ‘મોડેલ સ્કૂલ’
    Next Article
    સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી:સંજેલીની ઘર ભૂલેલી અસ્વસ્થ દીકરીને ‘સખી વન સ્ટોપે’ પરિવાર સાથે મિલાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment