Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:શિક્ષણનો નવો આયામ: પીએમ નવાગામ પ્રાથમિક શાળા બની રાજ્યની ‘મોડેલ સ્કૂલ’

    2 days ago

    થાન નવાગામ પ્રાથમિક શાળામાં પ્રવેશતા જ વિજ્ઞાન અને પ્રકૃતિનો સંગમ જોવા મળે છે. શાળામાં સ્થાપિત સોલાર ઊર્જાથી ચાલતો ઓટોમેટિક ફુવારો બાળકો માટે કૌતૂહલની સાથે ઉનાળામાં પક્ષીઓ માટે જળધારા બની રહ્યો છે. પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે શાળાએ ‘વેસ્ટમાંથી બેસ્ટ'નો મંત્ર અપનાવ્યો છે. ભંગારમાં પડેલી જૂની બેન્ચોમાંથી આકર્ષક પગરખાં સ્ટેન્ડ બનાવીને બાળકોમાં શિસ્ત અને સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.જગ્યાના અભાવ વચ્ચે પણ હરિયાળી ઉભી કરવા માટે નકામી પીવીસી પાઈપ્સમાં વેલીઓ અને ફૂલછોડનું વાવેતર કરીને ‘ વર્ટિકલ ગાર્ડન' તૈયાર કરાયું છે. આ ઉપરાંત, શાળા પરિસરમાં તૈયાર કરાયેલી પારંપરિક ‘હટ' ઝૂંપડી એક ઓપન ક્લાસરૂમ તરીકે કાર્ય કરે છે, જ્યાં બાળકો પ્રકૃતિના ખોળે બેસીને જ્ઞાન મેળવે છે. આ સર્વાંગી પરિવર્તન પાછળ શાળાના આચાર્ય અને ઉત્સાહી શિક્ષકોની મહેનત રહેલી છે. તેમના ઇનોવેટિવ વિચારોને કારણે આજે ગામલોકો અને ઉચ્ચ અધિકારીઓ પણ શાળાની મુલાકાત લઈને સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. શાળાનું આ મોડેલ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે માર્ગદર્શક બની રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઉંમર, સંપત્તિ અને શિક્ષણનો તફાવત:જિલ્લા પંચાયતના 98માંથી 38 ઉમેદવાર નિરક્ષર !‎
    Next Article
    લુણાવાડાનો 593મો સ્થાપના દિન:લુણાવાડાના 593મા સ્થાપના દિને શોભાયાત્રા, લૂણેશ્વર દાદાની મહાપૂજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment