Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉંમર, સંપત્તિ અને શિક્ષણનો તફાવત:જિલ્લા પંચાયતના 98માંથી 38 ઉમેદવાર નિરક્ષર !‎

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 98 ઉમેદવારોએ પોતાની કુંડળી સોગંદનામું રજૂ કરી દીધી છે. જેમાં ઉંમર, સંપત્તિ અને શિક્ષણનો તફાવતની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ચૂંટણીમાં એક તરફ 23 વર્ષના યુવાનોનું જોશ છે, તો બીજી તરફ 69 વર્ષના વડીલોનો અનુભવ છે. આર્થિક રીતે પણ આ લડાઈ અસમાન છે, જ્યાં એક ઉમેદવાર પાસે બે કરોડથી વધુની મિલકત છે, તો બીજા એક ઉમેદવાર પાસે માત્ર 5000 રૂપિયા જ છે. 98માંથી 38 ઉમેદવારે પોતાના શૈક્ષણિક લાયકાતના ખાનામાં નથી એટલે કે અભણ હોવાનું જાહેર કર્યું છે. જેમાં 28 મહિલા અને 10 પુરુષોનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 બેઠકો પર મુખ્ય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના આ જંગમાં સૌથી વધુ ધ્યાન ઉમેદવારોની લાયકાત અને તેમની મિલકતો પર કેન્દ્રિત થયું છે. સૌથી યુવાન ઉમેદવાર માત્ર 23 વર્ષના છે, સૌથી વધુ ઉંમરના ઉમેદવાર 69 વર્ષના છે, જેઓ દાયકાઓનો રાજકીય અનુભવ ધરાવે છે. એક તરફ એમ.એ. એલ.એલ.બી. અસુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 બેઠકો પર યોજાનારી આગામી ચૂંટણી માટે મેદાનમાં ઉતરેલા 98 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરતા અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. સૌથી વધુ અને ઓછી ઉંમરનું ગણિત આ ચૂંટણીમાં યુવા લોહી અને અનુભવનો સંગમ જોવા મળી રહ્યો છે. વિશ્લેષણ મુજબ, જિલ્લા પંચાયતની આ રેસમાં સૌથી યુવાન ઉમેદવાર માત્ર 23 વર્ષના છે, જે લોકશાહીમાં યુવાનોની વધતી ભાગીદારી દર્શાવે છે. તેની સામે સૌથી વધુ ઉંમરના ઉમેદવાર 69 વર્ષના છે, જેઓ દાયકાઓનો રાજકીય અનુભવ ધરાવે છે. શિક્ષણ: ‘અંગૂઠા છાપ’ થી લઈને ‘વકીલ’ સુધીના મેદાનમાં શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ ઉમેદવારોમાં મોટું અંતર છે. એક તરફ એમ.એ. એલ.એલ.બી. અને એમ.એસસી. જેવી ઉચ્ચ પદવી ધરાવતા પ્રોફેશનલ ઉમેદવારો મેદાનમાં છે, તો બીજી તરફ એવા પણ ઉમેદવારો છે જેઓ નિરક્ષર છે અથવા માત્ર પ્રાથમિક શાળા સુધીનો જ અભ્યાસ ધરાવે છે.સંપત્તિ અને દેવું 30 થી 2.14 કરોડ સુધીની મિલકત આર્થિક વિશ્લેષણમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે. સૌથી શ્રીમંત ઉમેદવાર પાસે 2,14,50,000 બે કરોડથી વધુની જંગમ અને સ્થાવર મિલકત છે. જ્યારે આશ્ચર્યજનક રીતે, એક ઉમેદવાર પાસે સોગંદનામા મુજબ માત્ર 5000 જ છે. લોનની વાત કરીએ તો, એક ઉમેદવાર પર 3.17 કરોડથી વધુનું દેવું છે, જે આ ચૂંટણીમાં સૌથી વધુ છે.ને એમ.એસસી. જેવી ઉચ્ચ પદવી ધરાવતા પ્રોફેશનલ ઉમેદવારો મેદાનમાં છે. એક ઉમેદવાર સામે સૌથી વધુ 6 પોલીસ કેસ કુલ 98 ઉમેદવારોમાંથી 10 કોર્ટ કેસ પુરૂષો પર છે એક પુરુષ ઉમેદવાર એવા છે જેમના પર સૌથી વધુ 6 પોલીસ કેસ નોંધાયેલા છે. અન્ય કેટલાક ઉમેદવારો પર 1 કે 2 કેસ છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 48 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. સોગંદનામાના વિશ્લેષણ મુજબ, આ પૈકીની એક પણ મહિલા ઉમેદવાર સામે કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી. ચાર બેઠકો પર અપક્ષ આવતા ચોપાંખીયો જંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગર પાલિકા, પાલિકા, તા.પંચાયત સહિતમાં કોઇને કોઇ ઉમેદવાર બીનહરીફ થયા છે. જેમાં જિલ્લા પંચાયતમાં એક પણ ઉમેદવાર બીનહરીફ નથી જેમાં દરેક બેઠકપર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે સીધી ટક્કર છે. અને જ્યારે ચાર બેઠકોપર તો અપક્ષ ઉમેદવારે પણ જંપલાવતા ત્યાં ચોપાંખીયો ચૂંટણી જંગ જામશે.
    Click here to Read More
    Previous Article
    કૉંગ્રેસ ભવન સામે ભાજપના નેતાઓનો ડિસ્કો:પગે લાગ્યા, ભેટ્યા અને બાવડું પકડી ધમકી આપી, ચૂંટણી પ્રચારમાં બે મોટા માથાંઓ વચ્ચે જબરો ડ્રામા થયો
    Next Article
    મંડે પોઝિટીવ:શિક્ષણનો નવો આયામ: પીએમ નવાગામ પ્રાથમિક શાળા બની રાજ્યની ‘મોડેલ સ્કૂલ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment