Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:માંડવીમાં ચૂંટણીને લઈને પાલિકા અચાનક જાગી

    2 days ago

    માંડવી નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા શહેરના આઠ વોર્ડમાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. પરંતુ આ વખતે ગરમી ભાષણો અને વચનોમાં જ નહીં, રસ્તાઓ પર પણ સ્પષ્ટ વિકાસ રૂપે દેખાઈ રહી છે. “રાત ઓછી ને કામ વધારે”નો નારો હવે માત્ર પોસ્ટરો સુધી મર્યાદિત નથી રહ્યો તંત્રે તેને અચાનક જ ગ્રાઉન્ડ પર ઉતારી દીધો છે, એ પણ ત્યાં જ્યાં છેલ્લા એક વર્ષથી લોકોના અવાજને માત્ર આશ્વાસનોનો જ સહારો મળતો હતો. વોર્ડ નંબર 6ના ધર્મશાળા રોડ પર સ્થાનિક લોકો લાંબા સમયથી નાના બાળકોની સલામતી માટે જમ્પર બનાવવાની માંગ કરી રહ્યા હતા. ત્રણથી પાંચ વર્ષના નાનકડા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા ફુલવાડી શાળા અને બહુચરાજી વિસ્તારમાંથી આવતા ભૂલકાઓ માટે આ રસ્તો જોખમકારક બન્યો હતો. પરંતુ તંત્રની ઘેરી નિંદ્રાને ચૂંટણીના ઢોલે એવી રીતે જગાડી કે હવે વિકાસનો સ્પીડ બ્રેકર મોડ ફુલ સ્પીડમાં ચાલુ થઈ ગયો છે. ચૂંટણીના પ્રચાર સાથે જ એક વર્ષથી અધૂરું રહેલું કામ રાતોરાત પૂર્ણ કરવામાં આવ્યું. એક જ જમ્પરની માંગ સામે હવે બે મજબૂત સિમેન્ટના જમ્પર નિયમ કરતા વધારે ઊંચા કરી દેવાયા છે અને સાથે એક જૂનો રબર કોટિંગવાળો જમ્પર ઉમેરાયો છે. પરિણામે હવે માત્ર 30 ફૂટના વિસ્તારમાં ત્રણ ત્રણ જમ્પર ઉભા થઈ જતા રસ્તો ઓછો અને “એડવેન્ચર ટ્રેક” વધુ લાગવા માંડ્યો છે. આ પ્રકારની ચૂંટણીપૂર્વ વિકાસ ગાથા માત્ર એક જ વોર્ડ સુધી મર્યાદિત નથી. શહેરના આઠ વોર્ડમાં સમાન દૃશ્યો જોવા મળી રહ્યા છે. વર્ષો સુધી ફાઇલોમાં ઊંઘતું વિકાસ હવે મતના મોસમમાં દોડતું જોવા મળે છેએ પણ ક્યારેક એટલી ઝડપથી કે લોકો સમજી ન શકે કે આ સુવિધા છે કે નવી સમસ્યા. માંડવીની જનતા હવે વધુ સમજદાર બની છે. તેઓ વિકાસના આઅચાનક પ્રેમને જોઈને સ્મિત સાથે કહે છે ચૂંટણી આવે ત્યારે જ 108ની સ્પીડમાં અમને યાદ કરનારાઓ, હવે અમે પણ મત આપતા પહેલા ‘સ્પીડ બ્રેક’ લગાવીને વિચાર કરીશું લોકોનો વ્યંગ : ડ્રાઈવર જ પડી જાય તેવો પ્લાન સ્થાનિક લોકો વ્યંગમાં કહે છે, અકસ્માત ટાળવા માટે જમ્પર બનાવ્યા કે હવે વાહન ધીમું ચલાવતા ચલાવતા ડ્રાઈવર જ પડી જાય તેવો પ્લાન છે બીજી તરફ મત માંગવા આવતા ઉમેદવારો હવે નતમસ્તકે હાથ જોડીને મતદારોને મનાવવા પ્રયત્નશીલ છે, જ્યારે જનતાના મનમાં એક જ પ્રશ્ન ગૂંજે છે ચૂંટણી પછી ફરી કામ માટે કોને હાથ જોડવા પડશે ?
    Click here to Read More
    Previous Article
    મુલાકાત:મુસ્લિમ અગ્રણીઓની અજીત ડોભાલ સાથે મુલાકાત: કચ્છના આગેવાન પણ રહ્યા ઉપસ્થિત
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છમાં માવઠાનો ફટકો: મીઠાના ઉત્પાદનમાં 20% ઘટાડાની ભીતિ, છતાં અછત નહીં સર્જાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment