Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિ. એમ. સી. શાહ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી:20 વિદ્યાર્થીઓએ શિક્ષક બની વર્ગખંડ સંભાળ્યા, સુતરની આંટીથી ગુરુજનોનું સન્માન કરાયું

    8 hours ago

    “ગુરુ એ માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ જીવનને સાચી દિશા આપનાર દીપસ્તંભ છે.” આ ભાવનાને સાકાર કરતા અમદાવાદની પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજના NSS યુનિટ દ્વારા 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની અનોખી અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષક બની વર્ગખંડ સંભાળ્યા આ ઉજવણીની મુખ્ય વિશેષતા એ રહી કે 20 વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા નિભાવી અને વિવિધ વર્ગોમાં વ્યાખ્યાનો આપ્યા હતા. આ અનોખા અનુભવ દ્વારા વિદ્યાર્થીઓએ શિક્ષકની જવાબદારીઓ, પડકારો તથા વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતરમાં ગુરુની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ખૂબ જ નજીકથી સમજવાનો અવસર મેળવ્યો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થી-શિક્ષકોના આ ઉત્સાહ અને સેવાભાવને બિરદાવતા તેમને પુરસ્કારો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સુતરની આંટી પહેરાવી શિક્ષકોનું સન્માન કાર્યક્રમની સૌથી વિશેષ અને યાદગાર ક્ષણ ત્યારે આવી, જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોને સુતરની આંટી પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા. ભારતીય પરંપરામાં સુતરની આંટી દ્વારા કરવામાં આવતું સન્માન સાદગી, પવિત્રતા અને આદરનું પ્રતીક માનવામાં આવે છે. વિદ્યાર્થીઓના હાથે શિક્ષકોને સુતરની આંટી પહેરાવીને કરવામાં આવેલું આ સન્માન શિક્ષકો માટે સર્વશ્રેષ્ઠ અને અનમોલ ભેટ બની રહ્યું હતું. આ પ્રસંગે ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધની લાગણીસભર અને ભાવાત્મક અનુભૂતિ થઈ હતી. માર્ગદર્શન અને આભારવિધિ આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. એન. ડી. શાહના માર્ગદર્શન હેઠળ NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જનક કવૈયા દ્વારા સફળતાપૂર્વક સંકલિત કરવામાં આવ્યો હતો. અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    દેવમોગરા યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ 13.02 કરોડ મંજૂર:ફેઝ-2માં ધર્મશાળા, ટોઇલેટ બ્લોક અને ગર્ભગૃહનું રિનોવેશન થશે
    Next Article
    નવા પા ગામેથી જુગાર રમતા 15 શખ્સો ઝડપાયા:27 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, જેસર પોલીસ બે અલગ અલગ સ્થળે ત્રાટકીને દબોચાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment