Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુલાકાત:મુસ્લિમ અગ્રણીઓની અજીત ડોભાલ સાથે મુલાકાત: કચ્છના આગેવાન પણ રહ્યા ઉપસ્થિત

    2 days ago

    સમગ્ર ભારતના મુસ્લિમ સમાજના ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, આરોગ્ય અને સમાજ સેવા સાથે સંકળાયેલા આગેવાનોના એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાથે વિશેષ મુલાકાત કરી હતી. આ બેઠકમાં મુસ્લિમ સમાજના શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા મહત્વના પ્રશ્નો પર સઘન ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આ રાષ્ટ્રીય સ્તરની મુલાકાતમાં કચ્છના અગ્રણી પણ સામેલ હોવાથી સ્થાનિક સ્તરે આ બાબત ભારે ચર્ચાનો વિષય બની છે. આશરે દોઢ કલાક સુધી ચાલેલી આ મહત્વપૂર્ણ મિટિંગમાં દેશભરમાંથી 20 જેટલા પ્રતિષ્ઠિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે ઝફર શરેશવાલા, કે.પી. ગ્રુપના ફારુક પટેલ, જર્મન સ્ટીલના ઈનામુલ હક ઈરાકી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, દિલ્હી હજ કમિટીના ચેરમેન કૌશર જહાં, અલ્તાફ વોરા તેમજ ઝુમ મીડિયા અને અંજુમન મુંબઈના પ્રતિનિધિઓ જોડાયા હતા. વિશેષ રૂપથી કચ્છમાંથી હાજી જુમા રાયમાએ આ બેઠકમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. NSA અજીત ડોભાલે આ પ્રતિનિધિમંડળને ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તેમણે દેશની એકતા અને અખંડિતતા પર ભાર મૂકતા એક સુંદર ઉદાહરણ આપ્યું હતું કે, “ભારતની મિસાલ એક જહાજ જેવી છે, જેમાં હિંદુ અને મુસ્લિમ બંને સવાર છે. જો આ જહાજ કિનારે લાગશે તો બધા જ પાર પડશે અને જો ડૂબશે તો બધા સાથે જ ડૂબશે.” વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના નિર્માણમાં મુસ્લિમ સમાજ પાયાનો પથ્થર છે. વિશ્વના અન્ય મુસ્લિમ દેશોની સરખામણીમાં ભારતનો મુસ્લિમ સમાજ વધુ સુખી અને આઝાદ છે. સરહદી કચ્છ માટે બેઠક વ્યુહાત્મક નોંધનીય છે કે તાજેતરમાં જ હાજી જુમ્મા રાયમા ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા તેઓએ ચારિત્રને બદનામ કરાતા હોવાના આરોપ હેઠળ 14 શખ્સો સામે પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. જેના વિરોધમાં તેની સામે કચ્છના વિવિધ મુસ્લીમ સમાજના લોકોએ પોલીસ કચેરીએ આવેદનપત્ર પણ આપ્યું હતું. તે બધાની વચ્ચે હાજી જુમ્મા રાયમાની અજીત ડોભાલ સાથેની મુલાકાત અનેક ચર્ચા ઊભી કરે છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છનું ગૌરવ:મૂળ કચ્છના દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં નવા હાઈકમિશનર
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:માંડવીમાં ચૂંટણીને લઈને પાલિકા અચાનક જાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment