Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનવ સેવામાં જીવન સમર્પિત:આસામ રાજ્યમાં ભાવનગરના સેવાર્થીનો ગ્રામ્ય ક્ષેત્રે સંવાદિતાનો યજ્ઞ

    2 days ago

    ભાવનગરના એક ગાંધીવાદી સમાજસેવક, હરેશભાઈ ભટ્ટે પોતાનું જીવન આસમ રાજ્યમાં માનવતાની સેવા માટે સમર્પિત કર્યું છે. લોકભારતી સણોસરામાં શિક્ષણ મેળવ્યા બાદ 1983માં આસમના કટોકટીના સમયગાળા દરમિયાન રાહતકાર્ય માટે ત્યાં ગયા અને રાહત કાર્યને આજીવન સેવામાં પરિવર્તિત કરી ત્યાં જ સ્થાયી થવાનો નિર્ણય લીધો. આ સેવાયાત્રાના એક સમર્પિત સહયાત્રી, મિલોનીબેને સામુદાયિક નિર્માણ, મહિલા સશક્તિકરણ અને આદિવાસી સમુદાયોમાં વિશ્વાસ કેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બંને સાથે મળીને સીમાઓથી પર એકતા અને સાદગી તેમજ સેવાના મૂલ્યોનું પ્રતીક બન્યા છે. તેઓ આજકાલના નહીં પણ છેક 1985થી આસમમાં યુવા વિકાસ માટે નાગરિકતા અને નેતૃત્વની તાલીમ સન્દર્ભે યુવા જૂથોની રચના કરીને રચનાત્મક પ્રવૃત્તિઓ અને માર્ગદર્શન આપવાનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યાં છે. આસમ આંદોલન દરમિયાન, હરેશભાઈ એક સ્વયંસેવક તરીકે અસમ પહોંચ્યા હતા. જે કામ એક ટૂંકા ગાળાના મિશન તરીકે શરૂ થયું હતું, તેમના દ્વારા 1985માં, કોકિલા વિકાસ આશ્રમની સ્થાપના જે વિઝન સાથે કરવામાં આવી, જેમાં શાંતિ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવું, ગ્રામીણ વિકાસમાં સહયોગ કરવો અને સ્થાનિક સમુદાયોનું સશક્તિકરણ કરવું વગેરેનો સંકલ્પ કર્યો. સામુદાયિક એકતા અને શાંતિને મજબૂત બનાવવી, ગ્રામીણ લોકોને આજીવિકા અને ગ્રામીણ વિકાસમાં સહાય કરવી, મહિલાઓ અને યુવાનોનું સશક્તિકરણ કરવું, પાણી, શિક્ષણ અને કૌશલ્ય જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડવી વગેરે ગ્રામોત્થાન માટેનાં કાર્યો હાથ ધરવામાં આવ્યાં. કોકિલા વિકાસ આશ્રમની મુખ્ય પ્રવૃત્તિઓમાં પાયાની જરૂરિયાતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરાં પાડવાં, પીવાના પાણીની સુવિધા (રિંગ વેલ)ને પ્રાધાન્ય આપવું, ખેતીના ઓજારો અને આજીવિકા સહાય કરવી. કોકિલા વિકાસ આશ્રમ દ્વારા મહિલા સશક્તિકરણ સન્દર્ભે મહિલા સમિતિઓની રચના કરવામાં આવી અને મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ અને આવકલક્ષી પ્રવૃત્તિઓનો વેગ અપાયો. આદિવાસી અને બિન-આદિવાસી એકતાની પહેલ સમાજ માટે શાંતિ સ્થાપના માટેની બેઠકો યોજીને આદિવાસી અને બિન-આદિવાસી એકતાની પહેલ કરી છે. પ્રવર્તમાન સમયે પર્યાવરણની જાળવણી અને સ્થિરતા માટે જાગૃતિ લાવવના કાર્યક્રમો યોજીને સમુદાય સંચાલિત સંરક્ષણના પ્રયાસો કરવામાં આવ્યા. કોકિલા વિકાસ આશ્રમનાં મૂલ્યોમાં સ્વ પહેલાં સેવા, નિષ્ઠા અને હિંમત, ગાંધીવાદી સિદ્ધાંતો, સામુદાયિક સહભાગિતા તથા સત્ય અને સાદગીનો સમાવેશ થયો છે. શિક્ષણ અને કૌશલ્ય વર્ધન કાર્યક્રમોનું વિસ્તરણ કોકિલા વિકાસ આશ્રમની ભવિષ્યની દિશા પણ જાણવા જેવી છે, તેમાં શિક્ષણ અને કૌશલ્ય વર્ધન કાર્યક્રમોનું વિસ્તરણ, આજીવિકાની તકોને વધુ મજબૂત બનાવવી, પર્યાવરણને અનુકૂળ ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવું, અન્ય વિસ્તારમાં પણ આ મોડેલનું અમલીકરણ કરવું વગેરે સેવાકાર્યો કરવા તરફની યોજનાઓ છે. બાળકોને સાચુ શિક્ષણ અને કેળવણી આપીને વિસ્તારનો વિકાસ કરવો એ પણ મુખ્ય ધ્યેય રહેલું છે. સૂત્ર : સાચી સેવા કોઈ સીમાઓને જાણતી નથી આસામમાં વર્ષોથી સેવા કરી રહેલી સંસ્થા કોકિલા વિકાસ આશ્રમનો સમાજને સંદેશ છે કે, "સાચી સેવા કોઈ સીમાઓને જાણતી નથી. જ્યારે આપણે પ્રેમ, સમર્પણ અને એકતા સાથે સેવા કરીએ છીએ, ત્યારે પરિવર્તન અનિવાર્ય બની જાય છે." આ સંદેશ સાથે મિલોનીબેન અને હરેશભાઈ, કોકિલા વિકાસ આશ્રમ ગોહપુર, આસામ ખાતે માનવતાની સેવા કરી રહ્યાં છે. તેમનું સ્નેહસુત્ર છે : "રાહતથી નવસર્જન સુધી...સેવાથી સંવાદિતા સુધી."
    Click here to Read More
    Previous Article
    “સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવામાં આવશે:ભાવનગર ટર્મિનસથી હાવડા જંકશન વચ્ચે રેલવે દ્વારા સમર સ્પેશિયલ ટ્રેનની ફાળવણી
    Next Article
    મંડે પોઝિટીવ:રોજ ભગવદ્ ગીતાના શ્લોક બાળકોને કંઠસ્થ કરાવતા શિક્ષક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment