Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:રોજ ભગવદ્ ગીતાના શ્લોક બાળકોને કંઠસ્થ કરાવતા શિક્ષક

    2 days ago

    આધુનિક વિશ્વ 21મી સદીમાં પ્રવેશી ચૂક્યું છે.માહિતીનો વિસ્ફોટ થઈ રહયો છે ત્યારે શાળામાં બાળકને શિક્ષણની સાથે- સાથે મૂલ્ય શિક્ષણ મળે તે પણ ખૂબ જરૂરી છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા ધોરણ 6થી 8માં એક વિષય તરીકે અભ્યાસમાં લેવામાં આવેલ છે, ત્યારે પાલિતાણા તાલુકાની લુવારવાવ પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધો.8નાં બાળકો શ્રીમદ્ ભગવદ્ ગીતાના સુંદર શ્લોકોનું પારાયણ કરે છે. સાથે સંસ્કૃત ભાષા પ્રત્યે બાળક જાગૃત બને અને સંસ્કૃત ભાષા ગમતી થાય તે બાબતને ધ્યાનમાં લઈ શાળાના શિક્ષક જીતેશભાઈ વલ્લભભાઈ ચૌહાણ અને આચાર્ય હરેશભાઈ મકવાણા તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી એક નવો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત દરરોજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના એક શ્લોકનું બાળકોને સરળ ભાવાર્થ કરી આપવામાં આવે છે અને સાથે લખી પણ આપવામાં આવે છે. બાળકએ શ્લોક પાકો કરે પછી રિસેસમાં રેકોર્ડ કરી youtube અને facebook પર મુકવામાં આવે છે. અત્યાર સુધી 280 શ્લોક પૂર્ણ કરેલ છે તેમજ ગીતાજીના 700 શ્લોક પૂર્ણ કરવાનું આયોજન છે. જીતેશભાઇ સાથે સાથે પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે 'પ્રેરણાથી પાંગરતું જીવન' શીર્ષક અંતર્ગત વિવિધ મહાનુભાવોના જીવન ચરિત્રો અને પ્રેરણાદાયી વાર્તાઓ દ્વારા સતત માર્ગદર્શન આપતા રહે છે. ધો.6થી 8માં શિક્ષણ અંતર્ગત અભ્યાસ રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ઠ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે છે. જેમાં ધોરણ 6થી 8માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્ય પુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો અને જીવન કૌશલ્ય વિકસાવવાનો હેતુ આ અભ્યાસક્રમનો અમલ 2022-23 શૈક્ષણિક વર્ષથી શરૂ થયો છે. વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો અને જીવન કૌશલ્ય વિકસાવવું, સારા-ખરાબની સમજ અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વધારવી, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનો પરિચય કરાવવો તેમજ સરળ ભાષામાં પસંદ કરેલા શ્લોકો અને શ્લોકોના અર્થ અને જીવનમાં તેનો ઉપયોગ કથાઓ અને ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવે છે. ગીતાના મૂલ્યોથી વિદ્યાર્થીઓના જીવનમાં કૌશલ્ય અને નૈતિક મુલ્યો વિકસે તે મુખ્ય હેતુ છે.
    Click here to Read More
    Previous Article
    માનવ સેવામાં જીવન સમર્પિત:આસામ રાજ્યમાં ભાવનગરના સેવાર્થીનો ગ્રામ્ય ક્ષેત્રે સંવાદિતાનો યજ્ઞ
    Next Article
    Punjab Police issues SOP for sacrilege probe, prioritises religious sensibilities

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment