Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    “સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવામાં આવશે:ભાવનગર ટર્મિનસથી હાવડા જંકશન વચ્ચે રેલવે દ્વારા સમર સ્પેશિયલ ટ્રેનની ફાળવણી

    2 days ago

    યાત્રિયોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની રજા દરમિયાન વધારાની મુસાફરી સુવિધા પૂરી પાડવાના હેતુસર ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) હેઠળ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા (Special Fare) પર સંચાલિત થશે. યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને હાવડા જંકશન વચ્ચે “સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવામાં આવશે. આ સેવા ભાવનગર ટર્મિનસથી 20 એપ્રિલ અને 27 એપ્રિલના રોજ સંચાલિત થશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતુ કે ભાવનગર ટર્મિનસ – હાવડા જંકશન સમર સ્પેશિયલ 20 એપ્રિલ અને 27 એપ્રિલે ચાલશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સોમવારે સાંજે 5:45 કલાકે પ્રસ્થાન કરી બુધવારે રાત્રે 9:40 કલાકે હાવડા જંકશન પહોંચશે. તદનુસાર પરત ફરતી ટ્રેન હાવડા જંકશન – ભાવનગર ટર્મિનસ સમર સ્પેશિયલ 23 એપ્રિલ 2026 અને 30 એપ્રિલના રોજ દોડશે. આ ટ્રેન હાવડા જંકશનથી ગુરુવારે સવારે 10:50 કલાકે પ્રસ્થાન કરી શનિવારે સવારે 06:30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. ક્યા ક્યા સ્ટેશને આ ટ્રેન ઉભી રહેશે આ ટ્રેન બંને દિશામાં સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્‍દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર જં., આબુરોડ, અજમેર જંકશન, જયપુર જંકશન, બાંદીકુઇ જંકશન, ભરતપુર જંકશન, અછનેરા જંકશન, ઈદગાહ જંકશન, ટુંડલા જંકશન, ગોવિંદપુરી, પ્રયાગરાજ જંકશન, પંડિત દિનદયાલ ઉપાધ્યાય જંકશન, સાસારામ, ગયા જંકશન, કોડરમા, ધનબાદ જંકશન, આસનસોલ જંકશન, દુર્ગાપુર, બર્ધમાન અને બૈંડેલ જં. સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનમાં સ્લીપર તેમજ જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે. ટૂંક સમયમાં બુકિંગનો આરંભ થશે ટ્રેન માટે ટિકિટોની બુકિંગ મુસાફરો માટેના આરક્ષણ કેન્દ્રો તેમજ આઈઆરસીટીસીની અધિકૃત વેબસાઇટ પર ટૂંક સમયમાં શરૂ થશે. યાત્રિયો ટ્રેનના સમય, સ્ટોપેજ અને કોચ રચના અંગેની વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    મહિલાઓનું કરાયું સન્માન:ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ""નારી શક્તિ વંદન કાર્યક્રમ'' યોજાયો
    Next Article
    માનવ સેવામાં જીવન સમર્પિત:આસામ રાજ્યમાં ભાવનગરના સેવાર્થીનો ગ્રામ્ય ક્ષેત્રે સંવાદિતાનો યજ્ઞ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment