Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાઓનું કરાયું સન્માન:ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ""નારી શક્તિ વંદન કાર્યક્રમ'' યોજાયો

    2 days ago

    વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા ભાવનગરના 304માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત આયોજિત 'નારી શક્તિ વંદન કાર્યક્રમ' આજે ભાવનગર શહેરમાં સંપન્ન થયો હતો. આ અવસરે શહેરના રેલવે સ્ટેશન ખાતે સવારે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાવનગરનું રેલવે સ્ટેશન કે જ્યાં મહિલા કુલી કામ કરી રહી છે જેની સાથો સાથ પેરા ઓલમ્પિક અને નેશનલ લેવલની રમતોમા વિજેતા થયેલા મહિલાઓના યોગદાનને સન્માનિત કરવાનો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ગૌરવમય બની ગયું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા નારી શક્તિના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો અને મહિલાઓના સશક્તિકરણ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યા વિહાર કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ધર્મિષ્ઠાબેન દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ કાર્યકરો અને ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ અંતે સૌએ નારી સન્માન અને સમાનતાના સંદેશને આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર આયોજન ભાવનગર શહેર માટે એક પ્રેરણાદાયી અને યાદગાર ક્ષણ બની રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:નવાગામના ઢાળ નજીક કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત
    Next Article
    “સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવામાં આવશે:ભાવનગર ટર્મિનસથી હાવડા જંકશન વચ્ચે રેલવે દ્વારા સમર સ્પેશિયલ ટ્રેનની ફાળવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment