Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગમખ્વાર અકસ્માત સર્જાયો:નવાગામના ઢાળ નજીક કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત

    2 days ago

    વલભીપુરના મોણપુર ગામે રહેતા એક વૃદ્ધ પાન પાર્લરની દુકાનેથી મજુરી કામ કરી ઘરે પરત ફરતા હતા તે વેળાએ કાર ચાલકે પુરપાટ ઝડપે કારને ચલાવી રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધ સાથે ગમખ્વાર અકસ્માત સર્જતા વૃદ્ધને ફંગોળાયા હતા. જે ઘટનામાં વૃદ્ધને શરીરના ભાગો ઉપર ગંભીર ઇજાઓ થતાં તેમને સારવારમાં ખસેડાયા બાદ મોત નિપજ્યું હતું. વલભીપુર તાલુકાના મોણપુર ગામે રહેતા અનિરૂદ્ધસિંહ જોરૂભા રાયજાદા (ઉ.વ.55) નવાગામના ઢાળ પાસે મારૂતી પાન પાર્લરની દુકાને મજુરીકામ કરતા હતા. જે દરમિયાન તેઓ મજુરીકામ કરતી મોડી સાંજે ઘરે પરત ફરતા હતા. તે વેળાએ નવાગામના ઢાળ પાસે રોડ ક્રોસ કરતી વેળાએ એક પુરપાટ ઝડપે કાર ધસી આવી હતી અને અનિરૂદ્ધસિંહ કંઇ સમજે એ પહેલા જ કારના ચાલકે અનિરૂદ્ધસિંહ સાથે કારનો ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. જે અકસ્માતની ઘટનામાં અનિરૂદ્ધસિંહ રાયજાદા ફંગોળાઇને રોડ ઉપર પટકાતા તેમને શરીરના ભાગો ઉપર ગંભીર ઇજાઓ થવા પામી હતી. જે બાદ તેમને ગંભઈર હાલતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનામાં ફરાર થયેલા કાર નં. GJ 01 HR 9048નો ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. જે મામલે અનિરૂદ્ધસિંહના પુત્ર જયપાલસિંહ રાયજાદાએ અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    NEP:3 વર્ષે સ્નાતક અભ્યાસક્રમ પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓને બે વિકલ્પ મળશે
    Next Article
    મહિલાઓનું કરાયું સન્માન:ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ""નારી શક્તિ વંદન કાર્યક્રમ'' યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment