Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEP:3 વર્ષે સ્નાતક અભ્યાસક્રમ પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓને બે વિકલ્પ મળશે

    2 days ago

    નવી શિક્ષણ નીતિ NEP-2020 માં સ્નાતક કક્ષાના કોર્સ ચાર વર્ષના કરવામાં આવ્યા છે. આમ ત્રણ વર્ષના સ્નાતક અભ્યાસક્રમ પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ માટે મૂળભૂત રીતે બે વિકલ્પ રહેલા છે. જેમાં પહેલા વિકલ્પ અંતર્ગત સ્નાતક કક્ષાએ અભ્યાસ ચાલુ રાખી ચાર વર્ષ પછી સ્નાતકની પરીક્ષા આપી ઓનર્સની ડિગ્રી લેવી જ્યારે બીજા વિકલ્પમાં 3+2 પદ્ધતિ પ્રમાણે અનુસ્નાતક કોર્સમાં પ્રવેશ લઈ બે વર્ષનો અનુસ્નાતકનો કોર્સ કરવો. રિસર્ચ અને OJTના વિકલ્પમાં યુનિવર્સિટીઓ યુજીસીની ગાઈડલાઈન અને ગુજરાત રાજ્યના આદેશ મુજબ 22 ક્રેડિટનો થીયરી અને પ્રેક્ટીકલનો અભ્યાસક્રમનો વિકલ્પ આપી શકશે. જો વિદ્યાર્થી ચાર વર્ષ કરી અનુસ્નાતકમાં એડમિશન મેળવવા માંગે તો તેને ઓછામાં ઓછી 176 ક્રેડિટ મેળવવી પડશે અને જો ત્રણ વર્ષ પછી અનુસ્નાતકના બે વર્ષના કોર્સમાં એડમિશન લેવું હોય તો તેની ક્રેડિટ મિનિમમ 132 થવી જોઈએ. વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના તેમના મેજર અથવા માઇનોર જે વિષય હોય તેમાંથી કોઈ પણ વિષયમાં અનુસ્નાતક માં પ્રવેશ મેળવી શકે છે, આ માટે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષાનું આયોજન પણ કરી શકે. NEP-2020 પ્રમાણે સાતમા સેમેસ્ટરમાં વિદ્યાર્થીએ કુલ 22 ક્રેડિટ મેળવવી પડશે આમાંથી 16 ક્રેડિટ વિદ્યાર્થી થીયરી અને પ્રેક્ટીકલના વિષયો દ્વારા મેળવશે, જ્યારે એક 4 ક્રેડિટ માઇનોર વિષયમાં મેળવશે જે મુખ્ય વિષય સિવાયનો વિષય હશે. આમ, 22માંથી 16 ક્રેડિટ ચાર મેજર અને એક માઈનોર વિષય દ્વારા વિદ્યાર્થી પ્રાપ્ત કરી શકશે. હવે, જો ચોથા વર્ષમાં એક મેજર વિષય અને એક SEC આપવામાં આવે તો કોલેજ માટે થોડી અનુકૂળતા રહેશે, પણ જો OJT અથવા ઇન્ટરનશીપ આપવામાં આવે તો તેને માટે ઇવેલ્યુશન રૂબરિક્સ પ્રમાણે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે, જેમાં કુલ માર્ક 100 છે. જેમાંથી 60 ટકા સ્કીલ નોલેજ પ્રોવાઇડર એટલે કે SKP દ્વારા આપવામાં આવશે અને 40% ઇવેલ્યુશન ફેકલ્ટી આપશે. ક્લસ્ટર રચી ઓનર્સ વિથ રિસર્ચમાં પ્રવેશ આપી શકાય ગુજરાતની ઘણી બધી કોલેજોમાં ચોથા વર્ષ માટે જરૂરી વ્યવસ્થા ન હોય તો એક ક્લસ્ટર બનાવી તેમાં દરેક વિદ્યાર્થીઓને ઓનર્સ વિથ રિસર્ચના પ્રોગ્રામ હેઠળ પ્રવેશ આપી શકાય. હવે ઘણી બધી યુનિવર્સિટીમાં ચોથા વર્ષને ચલાવવા માટે જરૂરી સંસાધનો ફેકલ્ટીની કમી વગેરે હોવાથી અને અનુસ્થાનક કક્ષાએ ફાજલનો પ્રશ્ન ન થાય તે માટે અનુસ્નાતકના પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ અને ઓનર્સનો ચોથા વર્ષનો અભ્યાસક્રમ એક સરખો અથવા 70% સુધીનો સરખો રાખી શકે છે. > રોહિત દવે, શિક્ષણવિદ
    Click here to Read More
    Previous Article
    વીજકાપ:ભાવનગરમાં કાલે શિવનગર ફીડરમાં છ કલાકનો વીજકાપ
    Next Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:નવાગામના ઢાળ નજીક કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment