Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદાર યાદીમાં છબરડા:દશરથના ભૂદેવને દરબાર બનાવી દીધા,માતા-પિતા અને દીકરાના વોર્ડ અલગ

    11 hours ago

    ચૂંટણી પૂર્વે વડોદરાનાં કેટલાંક ગામોમાં મતદાર યાદીમાં છબરડા જોવા મળ્યા છે. જેમાં દશરથ સહિતનાં ગામોમાં લોકોને જે વોર્ડમાં મકાન હોય તેને બદલે અન્ય વોર્ડમાં મતદાન કરવા જવું પડે તેવી સ્થિતિ છે. જેમાં પિતા-માતા કોઈ એક વોર્ડમાં તો પુત્રને અન્ય વોર્ડમાં વોટ આપવા જવું પડશે. ઉપરાંત દશરથમાં રહેતા વિજયકુમારનું નામ મતદાર યાદીમાં વિજયસિંહ કરી દેતાં ભૂદેવને દરબાર બનાવી દીધા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ અકોટા અને કલાલીમાં મતદારોને 1 કિમી દૂર મત આપવા જવું પડશે. 1100 જેટલા મતદારોને મત આપવા 1 કિમી દૂર જવું પડશે કલાલી ચાણક્ય નગરીમાં સરકારી ઈમારત છે, છતાં 1 કિમી દૂર ગામમાં મતદાન મથક આપ્યું છે. આ મથકમાં 1 બૂથ છે, જેમાં 1100 મતદારો છે. > જય ભટ્ટ, કલાલી-બિલ સરકારી સ્કૂલ તૂટતાં મત આપવા ક્યાં જવું તેની જાણ નથી કરી અકોટામાં સરકારી સ્કૂલમાં વોર્ડ 12ના 8-10 બૂથ છે. સ્કૂલ તોડી પાડી છે. મતદાન મથક ક્યાં આપે છે તેની જાણ નથી. અકોટા અને આસપાસના 7થી 8 હજાર મતદાર છે. > અયુબ પટેલ, અકોટા હું બ્રાહ્મણ ફળિયામાં રહું છું, મને બ્રાહ્મણમાંથી દરબાર બનાવી દીધો છે હું દશરથના બ્રાહ્મણ ફળિયામાં રહું છું. મતદાર યાદીમાં મારા પુત્રના ઉમંગના નામમાં મારું નામ વિજયકુમારને બદલે વિજયસિંહ કરી દીધું છે. ચૂંટણી કાર્ડમાં મારું નામ વિજયકુમાર છે. તંત્રે મને બ્રાહ્મણમાંથી દરબાર બનાવી દીધો છે. પુત્ર મત આપવા જશે ત્યારે તેને મત આપવા દેવાશે કે કેમ તે સવાલ છે. > વિજયકુમાર જોષી, દશરથ
    Click here to Read More
    Previous Article
    મન્ડે ફોટો સ્ટોરી:છાણીના છેવાડે કાટમાળ ફેંકાતાં ભૂખીનો રસ્તો રોકાયો,ફરી જળ બંબાકારનું જોખમ
    Next Article
    મંડે પોઝિટીવ:સમિતિની શાળાના વિદ્યાર્થી પત્રકાર બન્યા, ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે કલેક્ટરનો ઇન્ટર્વ્યૂ લીધો, સ્કૂલની ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment