Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મન્ડે ફોટો સ્ટોરી:છાણીના છેવાડે કાટમાળ ફેંકાતાં ભૂખીનો રસ્તો રોકાયો,ફરી જળ બંબાકારનું જોખમ

    2 days ago

    દુમાડ બ્રિજ નીચેથી સોખડા-છાણી રોડ સમાંતરે વડોદરામાં પ્રવેશતી ભૂખી કાંસ અને આસપાસનો વિસ્તાર કાટમાળનું ડમ્પયાર્ડ બન્યો છે. પાંખી અવર-જવરવાળા વિસ્તારમાં ભૂખી કાંસ લગભગ પૂરાઇ ગઇ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સબ ભૂમિ ગોપાલ કી જેમ આ કાંસ રોજેરોજ પૂરાઇ રહી છે. બે વર્ષ અગાઉ પણ આ જ કાંસ પૂરાતાં છાણીમાં પાણી ભરાયાં હતાં. હવે જો આગામી દિવસોમાં આ કાંસ નહીં ખોલવામાં આવે તો આગામી ચોમાસામાં 25 હજારથી વધુ છાણીવાસીઓ માટે જળ બંબાકારનું જોખમ તોળાયેલું છે. ટીપી ફાઇનલ ન થઇ હોય તો પણ સફાઇ કરવી પડે આ કાંસના વિસ્તારમાં ટીપી ફાઇનલ ન થઇ હોય તો પણ જનહિતના મુદ્દાને અને એનજીટીના ચુકાદા, ગાઇડ-લાઇનને ધ્યાને રાખી પણ કાંસની સફાઇ કરવી અનિવાર્ય છે. છાણીવાસીઓને આ કાંસની જાણકારી છે તો તેને ડ્રેનેજ વિભાગે સત્તાવાર દરજ્જો કેમ ન આપ્યો. કરોડોના પ્રિમોન્સૂન સરવેમાં આ કાંસ કેવી રીતે રહી ગઇ પાલિકા પ્રિમોન્સૂન સરવેની કામગીરીમાં ભૂખી કાંસ કેવી રીતે રહી ગઇ. તાજેતરમાં કાંસોને પહોળી કરવાની અને પાઇપો નાખવાની કામગીરી થઇ રહી છે ત્યારે આ કાંસને પણ છાણીના 25 હજાર જેટલા લોકોનું હિત ધ્યાને લઇને સાફ કરાય તે ઇચ્છનીય છે. લોકેશનની તપાસ કરાવીને શક્ય હોય તો સફાઇ કરાશે હું વિસ્તારમાં 3 વર્ષથી કાર્યરત છું. ચોક્કસ લોકેશન હું ઓળખી રહ્યો નથી. લોકેશનની તપાસ કરાવ્યા બાદ શક્ય હશે તો સફાઇ કરાશે. અગાઉ પણ કાંસ અવરોધાવાથી છાણીમાં પાણી ઘૂસ્યાં હતાં. > નૈષધ શાહ, એક્ઝિક્યૂટિવ એન્જિનિયર, પૂર્વ ઝોન
    Click here to Read More
    Previous Article
    પ્રજાનો અવાજ:ખોડિયારનગરમાં 1.25 લાખ રહીશોનો પાણીનો પોકાર, રસ્તે દબાણોથી ટ્રાફિક જામની પળોજણ
    Next Article
    મતદાર યાદીમાં છબરડા:દશરથના ભૂદેવને દરબાર બનાવી દીધા,માતા-પિતા અને દીકરાના વોર્ડ અલગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment