Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:સમિતિની શાળાના વિદ્યાર્થી પત્રકાર બન્યા, ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે કલેક્ટરનો ઇન્ટર્વ્યૂ લીધો, સ્કૂલની ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરશે

    9 hours ago

    શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા પ્રતિભા ન્યૂઝરૂમની શરૂઆત કરી છે. જેમાં વિદ્યાર્થીઓ એન્કર બની સમિતિની સ્કૂલોમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિ અને સરકારી યોજના વિશે સમાચાર પ્રસ્તુત કરે છે. હાલની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે વિદ્યાર્થીએ કલેક્ટરનો ઈન્ટર્વ્યુ પણ કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ચાલતી પ્રતિભા ન્યૂઝ પર પ્રસ્તુત કરાશે. આ માધ્યમ થકી સમાચાર, ઈવેન્ટ અને વિદ્યાર્થીઓના સિતાર કે હાર્મોનિયમ જેવાં સાધનો વગાડતાં પરર્ફોર્મન્સ પણ બતાવાય છે. શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીમાં 10 માર્ચે પ્રતિભા ન્યૂઝના નામથી સ્ટુડિયો શરૂ કરાયો છે. જેમાં સમિતિના વિદ્યાર્થી એન્કર બની ન્યૂઝ રજૂ કરે છે. પ્રતિભા ન્યૂઝ શરૂ કરવા પાછળ સમિતિની 121 પ્રાથમિક સ્કૂલો અને 10 માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ છે. પ્રતિભા ન્યૂઝમાં સમિતિની સ્કૂલોમાં કઈ કઈ પ્રવૃત્તિ ચાલે અને શિક્ષણ વિભાગ દ્વારા કઈ નવી યોજના લવાઈ રહી છે સહિતની બાબતોના સમાચાર પ્રસારિત કરાય છે. શિક્ષકો સમાચાર લખે છે, તે પછી વિદ્યાર્થી એન્કર બની તેને પ્રસ્તુત કરે છે. ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ ન્યૂઝરૂમનું સંચાલન કરશે. બાળકોનો ડર દૂર થયો, પ્રતિભા ખીલી સમિતિની મુખ્ય કચેરીના બીજા માળે પ્રતિભા ન્યૂઝનો સ્ટુડિયો બનાવ્યો છે. વિદ્યાર્થીઓનું ટેલન્ટ લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ છે. આ માધ્યમથી તેમનો ડર દૂર થયો છે અને પ્રતિભા ખીલી છે. હાલ 10 સ્કૂલનાં બાળકો જોડાયાં છે. > ડો.વિપુલ ભરતિયા, શાસનાધિકારી, શિક્ષણ સમિત પહેલા અનુભવમાં મને ખૂબ શીખવા મળ્યું હું અટલાદરાની ડો.શ્યામાપ્રસાદ મુખર્જી કન્યા પ્રા. શાળામાં ધો.7માં અભ્યાસ કરું છું. સ્કૂલમાં કાર્યક્રમ હોય તો એન્કરિંગ પણ કરું છું. મને શિક્ષકે સ્ક્રિપ્ટ આપી હતી. તે પછી મેં ન્યૂઝ વાંચ્યા હતા. મારો પહેલો અનુભવ છે. > ગ્રીષ્ણા રઘુવીરસિંહ રાણા, વિદ્યાર્થિની
    Click here to Read More
    Previous Article
    મતદાર યાદીમાં છબરડા:દશરથના ભૂદેવને દરબાર બનાવી દીધા,માતા-પિતા અને દીકરાના વોર્ડ અલગ
    Next Article
    Eye on making Delhi hub for research, design, govt begins drafting semiconductor policy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment