Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:બે ઓપરેશન અને કેન્સરનો બેવડો ઘા, છતાં હારી નહીં દૃષ્ટિ,પતિનો પ્રેમ અને સાસુ-સસરાનો સથવારો બન્યા સંજીવની

    3 days ago

    આજના યુગમાં જ્યારે નજીવી બાબતોમાં લગ્નજીવનના કાંગરા ખરી પડે છે, ત્યારે અમદાવાદની ઘટના સમાજ માટે દીવાદાંડી સમાન છે. આ વાર્તા છે પ્રેમ, અતૂટ વિશ્વાસ અને સાસરિયાં નહીં પણ ‘માવતર’ બનીને ઊભેલા એક પરિવારની. વાતની શરૂઆત થાય છે અમદાવાદના હિતેશભાઈ અને રીટાબેન દોશીની વહાલી દીકરી દૃષ્ટિ અને ભુવનભાઈ તથા નીતુબેન શાહના સુપુત્ર ચિંતનના સંબંધથી. બંને પરિવારોમાં સગાઈની તૈયારીઓ વચ્ચે જ દૃષ્ટિને બ્રેઇન ટ્યૂમર હોવાનું નિદાન થયું. પરિવાર આવા સમયે પીછેહઠ કરવાનું વિચારે, પરંતુ અહીં ચિંતન અને તેના પરિવારે જે કર્યું તે ‘રેરેસ્ટ ઓફ રેર’ છે. ચિંતને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘મારો પ્રેમ આત્મીય છે, શારીરિક બીમારી તેને નબળો પાડી શકે નહીં.’ પુત્રના આ નિર્ણયમાં સાથ આપતા સાસુ નીતુબેન અને સસરા ભુવનભાઈએ દોશી પરિવારને કહ્યું, ‘તમારી દીકરી હવે અમારી દીકરી છે, સાથે મળીને લડાઈ લડીશું.’ પ્રેમ અને હૂંફની શક્તિ મળી, કેન્સર સામેની લડાઈ જીતી આજે દૃષ્ટિ બીજા ઓપરેશન બાદ સ્વસ્થ થઈ રહી છે. તે તેની સાસુ નીતુબેન સાથે ધ્યાન, યોગનિદ્રા અને મંડલા આર્ટ દ્વારા આનંદમય જીવન જીવી રહી છે. તેને જોઈને કોઈ કહી ન શકે કે તે આટલી મોટી બીમારી સામે લડી રહી છે. શાહ પરિવારની હૂંફ અને તેના ભાઈ નિશાંતની મક્કમતાએ સાબિત કરી દીધું કે, જ્યારે લાગણીઓ મજબૂત હોય ત્યારે મેડિકલ સાયન્સ પણ ચમત્કાર કરે છે. બીજીવાર કેન્સરે ઊથલો માર્યો, લોકોની કડવી વાણી સાંભળી પણ સાસુનો વિશ્વાસ ન ડગમગ્યો દૃષ્ટિ સાજી થઈ, લગ્ન થયા, પણ પ્રથમ એનિવર્સરી પહેલા જ કેન્સરે ફરી ઊથલો માર્યો. આ સમયે સમાજના કેટલાક લોકોએ નીતુબેનને સલાહ આપી કે,‘તમારા દીકરાની જિંદગી બગડી રહી છે, હજુ વિચારી લો.’ ત્યારે નીતુબેને જે જવાબ આપ્યો તે પ્રેરણા લેવા જેવી બાબત છે. તેમણે કહ્યું, ‘મારા દીકરાનું જીવન બગડવાનું તો ઠીક, પણ અત્યારે મારી દીકરી દૃષ્ટિનું જીવન સુધારવું અગત્યનું છે. નહીંતર મારો ઈશ્વર મને માફ નહીં કરે.’
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાનો 51 વર્ષનો રાજકીય દસ્તાવેજ:મહાપાલિકાની ચૂંટણીના 8 જંગમાં 7 વાર કેસરિયો લહેરાયો, કોંગ્રેસને માત્ર 1 વાર સત્તાની લોટરી લાગી
    Next Article
    મંડે પોઝિટીવ:મેટોડાની ગુજરાતી શાળામાં હિન્દી ભાષી શ્રમિકોના સંતાનોનું 2 વર્ષથી 100% રિઝલ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment