Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાનો 51 વર્ષનો રાજકીય દસ્તાવેજ:મહાપાલિકાની ચૂંટણીના 8 જંગમાં 7 વાર કેસરિયો લહેરાયો, કોંગ્રેસને માત્ર 1 વાર સત્તાની લોટરી લાગી

    3 days ago

    સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર અને સ્માર્ટ સિટી રાજકોટ મહાપાલિકાના શાસનની ધૂરા આગામી સમયમાં કોણ સંભાળશે તે માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. 18 વોર્ડની 72 બેઠક માટે આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે શહેરના 51 વર્ષના રાજકીય ઇતિહાસના પાના ઉથલાવીએ તો એક રોચક ચિત્ર સામે આવે છે. છેલ્લા પાંચ દાયકામાં રાજકોટની પ્રજાએ કેસરિયા પક્ષ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. કુલ 8 ચૂંટણીમાંથી 7 વાર ભાજપે ભવ્ય વિજય મેળવી 46 વર્ષ શાસન કર્યું છે, જ્યારે કોંગ્રેસ માત્ર એક ટર્મ (5 વર્ષ) સત્તા ભોગવી શકી છે. આગામી ચૂંટણીમાં ભાજપના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી (AAP) પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. 1981થી 1987: એક બેઠકની પાતળી બહુમતી અને નૈતિકતાનો જંગબીજી ચૂંટણી 1981માં યોજાઈ હતી. દુષ્કાળ જેવી કપરી પરિસ્થિતિને કારણે આ શાસનની મુદત લંબાઈ હતી. આ જંગ અત્યંત રસાકસીભર્યો રહ્યો હતો, જેમાં 51 બેઠકમાંથી ભાજપને 26 અને કોંગ્રેસને 25 બેઠક મળી હતી. માત્ર એક બેઠકની બહુમતી હોવા છતાં ભાજપે મક્કમતાથી શાસન સંભાળ્યું હતું. આ ગાળામાં અરવિંદભાઈ મણિયાર અને વજુભાઈ વાળાએ મેયર તરીકે જવાબદારી નિભાવી હતી. પક્ષપલટાની રાજનીતિ વચ્ચે સ્વ.ચીમનકાકા ત્રિકોણબાગે કરેલા ઉપવાસે નૈતિકતાના ધોરણો સ્થાપ્યા હતા. 1995: 60માંથી 59 બેઠક સાથે ભાજપનો અશ્વમેધ રથરાજકોટના ઇતિહાસમાં 1995નું વર્ષ ઐતિહાસિક રહ્યું. આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો હતો. 20 વોર્ડની 60 બેઠકમાંથી ભાજપને 59 બેઠક મળી, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 1 બેઠક આવી હતી. લાધાભાઈ બોરસદિયા કોંગ્રેસના એકમાત્ર વિજેતા હતા. રસપ્રદ વાત એ છે કે, લોકશાહીના મૂલ્યો જાળવવા ભાજપે આ એકમાત્ર વિપક્ષી સભ્યને નેતાનું પદ અને તમામ સુવિધાઓ આપી હતી. આ જ ટર્મમાં રાજકોટને ભાવનાબેન જોષીપુરાના રૂપમાં પ્રથમ મહિલા મેયર મળ્યા હતા. વિજયભાઈ રૂપાણી અને ઉદયભાઈ કાનગડ જેવા નેતાઓ પણ આ જ સમયગાળામાં મેયર પદે રહ્યા હતા. 2000ની સાલ: કોંગ્રેસને લાગી સત્તાની લોટરીસતત 25 વર્ષના શાસન બાદ વર્ષ 2000માં ‘એન્ટિ-ઇન્કમ્બન્સી’ અને બોર કૌભાંડના આક્ષેપોને કારણે જનતાએ પરિવર્તન કર્યું. સ્વ. મનોહરસિંહજી જાડેજાની આગેવાનીમાં કોંગ્રેસે 23 વોર્ડની 69 બેઠકમાંથી 44 બેઠક જીતી ઇતિહાસ રચ્યો. અઢી વર્ષની ટર્મના પ્રથમ મેયર અશોક ડાંગર બન્યા હતા. જોકે કોંગ્રેસનું આ 5 વર્ષનું શાસન આંતરિક વિખવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપોમાં ઘેરાયેલું રહ્યું હતું, જેનો લાભ આગામી ચૂંટણીમાં ભાજપને મળ્યો 2005થી 2021: કેસરિયા પક્ષનું પુનરાગમન અને વર્ચસ્વ કોંગ્રેસના શાસનથી નારાજ જનતાએ 2005માં ફરી ભાજપને 59 બેઠક સાથે સત્તા સોંપી. અહીંથી જ ભાજપમાં અઢી-અઢી વર્ષની મેયરની પરંપરા શરૂ થઈ. 2015ની ચૂંટણીમાં કોંગ્રેસે જોરદાર ટક્કર આપી 34 બેઠક મેળવી હતી, છતાં ભાજપ 38 બેઠક સાથે સત્તા ટકાવવામાં સફળ રહ્યું હતું. છેલ્લે 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ફરી 68 બેઠક પર કબજો જમાવી કોંગ્રેસને માત્ર 4 બેઠક પર સીમિત કરી દીધી હતી. આ પરાજય એટલો આકરો હતો કે કોંગ્રેસે વિપક્ષી નેતાનું પદ પણ ગુમાવ્યું હતું. વિસ્તાર વધ્યો, પણ રાજકીય ગઢ અકબંધ છેલ્લા 51 વર્ષમાં રાજકોટનું કદ અનેકગણું વધ્યું છે. 1997માં રૈયા, મવા અને મવડી ભળ્યા બાદ 2015માં કોઠારિયા-વાવડી અને 2020માં માધાપર-મુંજકા જેવા 5 ગામનો સમાવેશ થયો. રાજકોટ હવે વિશાળ મેટ્રો સિટી તરફ આગળ વધી રહ્યું છે. સૌથી વધુ સમય મેયર પદ ભોગવવાનો રેકોર્ડ આજે પણ અરવિંદભાઈ મણિયારના નામે છે, જ્યારે વજુભાઈ વાળા બીજા સ્થાને છે. રાજકોટ મનપા ચૂંટણી ઇતિહાસ: એક નજરે આગામી જંગ : ત્રણ પક્ષ વચ્ચે મુકાબલો 26 એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં ભાજપ પોતાના 46 વર્ષ જૂના ગઢને સુરક્ષિત રાખવા મેદાને છે. બીજી તરફ, કોંગ્રેસ વર્ષોનો વનવાસ ખતમ કરવા મથી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી ત્રીજા પરિબળ તરીકે મતોમાં ગાબડું પાડવા તૈયાર છે. 1973થી શરૂઆત : જનતા મોરચાએ વિકાસનો પાયો નાખ્યો રાજકોટ મનપા 19-11-1973ના રોજ અસ્તિત્વમાં આવી હતી. તે અગાઉ અહીં નગરપાલિકા શાસન હતું. કોર્પોરેશન બન્યા બાદ સરકારે વહીવટદાર મૂક્યા હતા, પરંતુ લોકશાહી ઢબે પ્રથમ જંગ 1975માં ખેલાયો હતો. આ પ્રથમ ચૂંટણીમાં ભાજપના પૂર્વજ ગણાતા ‘જનતા મોરચા’ એ મેદાન માર્યું હતું. 18 વોર્ડની 51 બેઠકમાંથી જનતા મોરચાને 32 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસ 19 બેઠક પર અટકી ગઈ હતી. પ્રથમ મેયર તરીકે અરવિંદભાઈ મણિયાર ચૂંટાયા હતા, જેમણે 5 વર્ષની ટર્મ દરમિયાન આધુનિક રાજકોટનો પાયો નાખ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડીનો મામલો આવ્યો સામે:વૃદ્ધાના માનસિક અસ્થિર પુત્રની જમીન હડપવા ભત્રીજાઓનો પ્રયાસ
    Next Article
    સિટી એન્કર:બે ઓપરેશન અને કેન્સરનો બેવડો ઘા, છતાં હારી નહીં દૃષ્ટિ,પતિનો પ્રેમ અને સાસુ-સસરાનો સથવારો બન્યા સંજીવની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment