Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવાગામ-ડિંડોલીના ઘરેલુ વીજજોડાણની ઘટના:ટીમે વીજચોરી પકડી પાડી તો ગ્રાહક મીટર લઈ ભાગી ગયો

    11 hours ago

    ડિંડોલીમાં વીજ ચોરીની તપાસ દરમિયાન ટીમે જપ્ત કરેલું મીટર આરોપી ઘટનાસ્થળેથી લઈને ભાગી છૂટ્યો હતો. આ અંગે DGVCLના નાયબ ઈજનેરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, 18 એપ્રિલે વીજચોરી પકડવા 5 ટીમોની રચના કરવામાં આવી હતી. તમામ ટીમો સવારે બિલિયાનગર-2, નવાગામ ડિંડોલી સ્થિત એક મકાન પર પહોંચી તપાસ કરી હતી. તે દરમિયાન ગ્રાહક નંબર 17921194311ના નામે લાગેલા મીટરમાં છેડછાડ કરી ગેરકાયદે વીજળીનો વપરાશ થતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. ટીમે ઘટનાસ્થળે હાજર દેવાભાઈ બચુભાઈ ભરવાડને વીજચોરી અંગે સમજાવી નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરી મીટર અને વાયર હટાવીને જપ્ત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપીએ ચેકિંગ શીટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી. ટીમનો આક્ષેપ છે કે આ તકનો લાભ લઈને દેવાભાઈ ભરવાડે ટીમનું ધ્યાન ભટકાવીને જપ્ત કરેલું મીટર ઘટના સ્થળેથી ચોરી લીધું અને ફરાર થઈ ગયો. ટીમે તાત્કાલિક આસપાસ તપાસ કરી હતી, પરંતુ મીટર મળ્યું નહોતું. ત્યારબાદ ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સેરોટન ટાવર સામે કૈલાસ એવન્યુની ઘટના:મોટા વરાછામાં માટી નીચે દટાઈ જતાં સાઈટ સુપરવાઈઝરનું મોત
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વરાછામાં AAP 35 હજારના માર્જિનથી જીત્યું હતું ત્યાં જ SIRમાં 36 હજાર મત કપાયા છે, પાટીદારોના પ્રભુત્વવાળા 8 વોર્ડમાં SIRમાં કુલ 2.5 લાખ મત કપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment