Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેરોટન ટાવર સામે કૈલાસ એવન્યુની ઘટના:મોટા વરાછામાં માટી નીચે દટાઈ જતાં સાઈટ સુપરવાઈઝરનું મોત

    12 hours ago

    મોટા વરાછામાં કન્સ્ટ્રક્શન સાઈડ પર કામ કરતી વખતે માટીની ભેખડ ધસી પડતાં દબાઈ ગયેલા આધેડ સાઈટ સુપરવાઈઝરનું મોત નીપજ્યું હતું. સાઈડ પર છ ફૂટ ઊંડો ખાડો ખોદેલો હતો તેની પાસેથી પસાર થતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, મૂળ ભાવનગરના વતની અને મોટા વરાછા શ્યામ શિખર રેસિડેન્સી ખાતે રહેતા 48 વર્ષીય વિજયકુમાર શિવલાલ ધાનાણી કન્સ્ટ્રક્શન સાઈટ પર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હતા. શનિવારે સાંજે તેઓ મોટા વરાછા સેરોટન ટાવરની સામે નવી બની રહેલી કૈલાસ એવન્યુની સાઈટ પર કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેઓ સાઈડ પર 6 ફૂટનો ખાડો ખોદેલો હતો તેની પાસેથી પસાર થતા હતા. આ દરમિયાન અચાનક માટી ધસી પડતાં તેઓ માટીની ભેખડ સાથે ખાડામાં ધસી ગયા હતા અને ભેખડ નીચે દબાઈ ગયા હતા. સ્થળ પર હાજર કર્મચારીઓએ તેમને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ઉત્રાણ પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને આગળની તપાસ શરૂ કરી હતી. બનાવઆ સંદર્ભે પોલીસે હાલમાં અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    યુનિયને કમિશનરને આપેલા આવેદનમાં આક્ષેપ:માર્ચમાં જ બદલી કરાયેલા 338 SSIમાંથી ઘણાખરાને મનપસંદ જગ્યાએ ગોઠવી દેવાયા
    Next Article
    નવાગામ-ડિંડોલીના ઘરેલુ વીજજોડાણની ઘટના:ટીમે વીજચોરી પકડી પાડી તો ગ્રાહક મીટર લઈ ભાગી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment