Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુનિયને કમિશનરને આપેલા આવેદનમાં આક્ષેપ:માર્ચમાં જ બદલી કરાયેલા 338 SSIમાંથી ઘણાખરાને મનપસંદ જગ્યાએ ગોઠવી દેવાયા

    10 hours ago

    પાલિકાના મધ્યસ્થ મહેકમ વિભાગે તાજેતરમાં કરેલી સામૂહિક બદલીઓ વિવાદનું કેન્દ્ર બની છે. 10 માર્ચે 338 SSIની બદલી થઈ હતી. જો કે, આશ્ચર્યજનક રીતે દસ-પંદર દિવસમાં જ અનેક કર્મચારીઓને ફરી જૂની જગ્યાએ જ મૂકી દેવાયા છે. માર્કેટ વિભાગમાં લાંબા સમયથી જામી પડેલા હર્ષદ ખરોડે, મો. ઈરફાજ કાપડિયા સહિતના કર્મચારીઓને બદલી બાદ ફરી એ જ વિભાગમાં મૂકાતાં વિવાદ સર્જાયો છે. કર્મચારી યુનિયન દ્વારા કમિશનરને પાઠવાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, વહીવટી તંત્રમાં ‘વહાલા-દવલા’ની નીતિએ સેનેટરી સબ ઇન્સ્પેક્ટરો (SSI) ની બદલીના ઓર્ડર થયાના ગણતરીના દિવસોમાં જ તેમને ફરી અનુકૂળ સ્થળે મૂકી દેવા પાછળ ગેરરીતિની ગંધ આવી રહી છે. તેમણે સવાલ કર્યો હતો કે, શું આ કર્મચારીઓ સિવાય અન્ય કોઈ આ કામગીરી કરવા માટે સક્ષમ જ નથી? વિજિલન્સ તપાસ સાથે બદલીના હુકમો રદ કરવા માંગ કર્મચારી યુનિયને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જે તે ખાતાના વડાઓ પોતાના ‘ખાસ’ માણસોને સાચવવા માટે ખોટા રિપોર્ટ કરી તેમને પાછા બોલાવી લે છે. આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની પૂરેપૂરી શક્યતા છે. યુનિયને માંગ કરી છે કે, ટૂંકા ગાળામાં કરવામાં આવેલા તમામ બદલીના હુકમો રદ કરી કર્મચારીઓને મૂળ બદલીના સ્થળે પરત મોકલવા, લાગવગ લગાડનારા અધિકારીઓ સામે કડક પગલાં લેવા,સમગ્ર મામલે વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ કરાવવી. સ્મીમેરમાં 17 વર્ષ જૂના મહિલા SSIને કતારગામ મૂકાયા હતા મહિલા કર્મચારીઓને અન્યાય અને લાગવગશાહી આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, સ્મીમેર હોસ્પિટલમાં 17 વર્ષથી ફરજ બજાવતા મહિલા SSIની કતારગામ બદલી કરાઈ હતી, પરંતુ ‘જાદુઈ’ રીતે ગણતરીના દિવસોમાં જ તેઓને ફરી મસ્કતી હોસ્પિટલમાં નોકરી પર ગોઠવી દેવાયા છે. બીજી તરફ, અનેક મહિલા કર્મચારીઓ પોતાના ઘરથી 15-20 કિમી દૂર વર્ષોથી ફરજ બજાવે છે અને વારંવારની અરજીઓ છતાં તેમની ઘર નજીક બદલી કરવામાં આવતી નથી.
    Click here to Read More
    Previous Article
    આજે અમદાવાદમાં IPLમાં ગુજરાત vs મુંબઈ મેચ:નમો સ્ટેડિયમમાં MI આજ સુધી જીતી નથી, રોહિતના રમવા પર સસ્પેન્સ; ગિલ ઓરેન્જ કેપ મેળવી શકે
    Next Article
    સેરોટન ટાવર સામે કૈલાસ એવન્યુની ઘટના:મોટા વરાછામાં માટી નીચે દટાઈ જતાં સાઈટ સુપરવાઈઝરનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment