Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે અમદાવાદમાં IPLમાં ગુજરાત vs મુંબઈ મેચ:નમો સ્ટેડિયમમાં MI આજ સુધી જીતી નથી, રોહિતના રમવા પર સસ્પેન્સ; ગિલ ઓરેન્જ કેપ મેળવી શકે

    9 hours ago

    IPLની 19મી સીઝનની 30મી મેચ આજે ગુજરાત ટાઈટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. સાંજે 7 વાગ્યે મેચનો ટૉસ થશે. આ મેચમાં ગુજરાત પાસે સતત ચોથી જીતની તક હશે, જ્યારે મુંબઈની ટીમ હારનો સિલસિલો તોડવા ઈચ્છશે. ટીમ સતત ચાર મેચ હારી ચૂકી છે. આ મેચમાં શુભમન ગિલ પાસે ઓરેન્જ કેપ મેળવવાની તક પણ છે. તે 251 રન બનાવી ચૂક્યો છે અને હૈદરાબાદના હેનરિક ક્લાસેનથી 32 રન પાછળ છે. બીજી તરફ, પ્રસિદ્ધ ક્રિષ્ના પર્પલ કેપથી 2 વિકેટ દૂર છે. તેના નામે 11 વિકેટ છે. GT માટે ગિલ ટૉપ સ્કોરર, પ્રસિદ્ધ સફળ બોલર ગુજરાત ટાઈટન્સ તરફથી શુભમન ગિલ ટીમનો ટૉપ રન સ્કોરર છે. તેણે અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં 251 રન બનાવ્યા છે. તો જોસ બટલર 220 રન સાથે ટીમનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. બીજી તરફ બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ 11 વિકેટ લઈને પર્પલ કેપની રેસમાં બીજું સ્થાન મેળવ્યું છે અને તે ગુજરાતનો સૌથી સફળ બોલર છે. MI માટે રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સનો ટૉપ રન સ્કોરર છે. તેણે 4 મેચમાં 137 રન બનાવ્યા છે. ટીમ તરફથી રાયન રિકેલ્ટને પણ 137 રન બનાવ્યા છે. રાયને રોહિત કરતા એક મેચ વધુ રમી છે. શાર્દૂલ ઠાકુર 6 વિકેટ સાથે ટીમનો ટોપ વિકેટ ટેકર છે. અહીં સીઝનની ત્રીજી મેચ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેલેન્સ્ડ માનવામાં આવે છે, જ્યાં બેટર અને બોલર બંનેને મદદ મળે છે. મેચની શરૂઆતમાં પીચ પર સારો બાઉન્સ અને થોડી મદદ ફાસ્ટ બોલરોને મળે છે, જેના કારણે પાવરપ્લેમાં વિકેટ પડવાની તકો રહે છે. જેમ જેમ રમત આગળ વધે છે તેમ તેમ પીચ થોડી ધીમી થઈ જાય છે અને સ્પિન બોલરો અસર દેખાડવાનું શરૂ કરે છે. આ મેદાનની બાઉન્ડરી મોટી હોવાને કારણે બેટર્સ માટે સતત મોટા શોટ મારવા સરળ નથી હોતા, તેથી સ્ટ્રાઈક રોટેશન ઘણું મહત્વનું રહે છે. આ સીઝનમાં અહીં બે મેચ રમાઈ છે. એકમાં ગુજરાતને જીત મળી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. અહીં અત્યાર સુધી કુલ 46 IPL મેચ રમાઈ છે. 23 મેચમાં પહેલી ઇનિંગમાં બેટિંગ કરનાર ટીમને જીત મળી, એટલી જ મેચમાં ચેઝ કરનાર ટીમને જીત મળી છે. અમદાવાદમાં વરસાદની શક્યતા નથી 20 એપ્રિલે અમદાવાદમાં હવામાન ઘણું ગરમ રહ્યું છે. દિવસનું મહત્તમ તાપમાન આશરે 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી રહ્યું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 25–26 ડિગ્રીની આસપાસ રહ્યું. આખો દિવસ આકાશ ચોખ્ખું અને તડકો તેજ રહેશે, જેનાથી ગરમી વધુ અનુભવાશે. વરસાદની કોઈ ખાસ શક્યતા નથી. રોહિત શર્માના રમવા પર સસ્પેન્સ આ મુકાબલામાં રોહિત શર્માના રમવા પર શંકા છે. તે 12 એપ્રિલે વાનખેડેમાં બેંગલુરુ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. રોહિતની ઈજા પર કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે તે ઓછામાં ઓછી બે મેચ આરામ કરશે. અમે તેની પરત ફરવામાં ઉતાવળ કરવા નથી માગતા. હેમસ્ટ્રિંગ ઈજાના કારણે રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થયો હતો. બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-12 ગુજરાત ટાઈટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ પ્લેયર: શાહરૂખ ખાન. મુંબઈ ઈન્ડિયન્સ (MI): રાયન રિકેલ્ટન, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફન રધરફોર્ડ, નમન ધીર, મયંક રાવત, શાર્દૂલ ઠાકુર, દીપક ચહર અને જસપ્રીત બુમરાહ. ઇમ્પેક્ટ પ્લેયર: ટ્રેન્ટ બોલ્ટ.
    Click here to Read More
    Previous Article
    WWE WrestleMania 42 LIVE: Brock Lesnar Retires; New Women's Champion Crowned
    Next Article
    યુનિયને કમિશનરને આપેલા આવેદનમાં આક્ષેપ:માર્ચમાં જ બદલી કરાયેલા 338 SSIમાંથી ઘણાખરાને મનપસંદ જગ્યાએ ગોઠવી દેવાયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment