Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વરાછામાં AAP 35 હજારના માર્જિનથી જીત્યું હતું ત્યાં જ SIRમાં 36 હજાર મત કપાયા છે, પાટીદારોના પ્રભુત્વવાળા 8 વોર્ડમાં SIRમાં કુલ 2.5 લાખ મત કપાયા

    9 hours ago

    સુરત મહાનગર પાલિકાની આવનારી ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. પરંતુ પાટીદાર પ્રભુત્વ ધરાવતા 8 વોર્ડ કે જ્યાં ગત ચૂંટણીમાં આપની 27 બેઠક આવી હતી ત્યાં પરિસ્થિતિ કંઇક અલગ જ છે. અહીં કોંગ્રેસની નિષ્ક્રિયતા અને નબળી સંગઠન શક્તિને કારણે સીધો મુકાબલો મુખ્યત્વે ભાજપ અને આપ વચ્ચે બની ગયો છે. આ ચૂંટણીમાં સૌથી મહત્વપૂર્ણ ફેક્ટર પાટીદાર મતદારો છે. ઘણા વોર્ડમાં પાટીદાર મતદારોનો પ્રમાણ સૌથી વધુ હોવાથી તેમના મતનો ઝુકાવ ચૂંટણીના પરિણામોને અસર કરી શકે છે. જો પાટીદાર મત એક તરફ મજબૂત રીતે ધ્રુવીકરણ થાય તો તે ભાજપ અને આપ બંનેના ગણિતને બદલવાની ક્ષમતા ધરાવે છે. આપ પાટીદાર વિસ્તારમાં પોતે કરેલા કામોનું ગણિત લોકોને ગણાવી રહી છે: આમ આદમી પાર્ટી છેલ્લા પાંચ વર્ષમાં પોતાના વિકાસના દાવા સાથે મેદાનમાં છે. ખાસ કરીને વરાછા અને આસપાસના વિસ્તારોમાં પાયાની સુવિધાઓ, સ્થાનિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવવો અને સતત જનસંપર્ક રાખવો જેવી બાબતોને લઈને આપ પોતાને મજબૂત વિકલ્પ તરીકે રજૂ કરી રહી છે. ભાજપે ગઈ ચૂંટણીને ધ્યાને પાટીદાર વિસ્તારમાં ખાસ વ્યૂહરચના બનાવી: 2021ની પાલિકા ચૂંટણીમાં ભાજપને નોંધપાત્ર નુકસાન થયું હતું. આ પરિણામ બાદ ભાજપે આ વિસ્તારોને ફરીથી કબજે કરવા ખાસ વ્યૂહરચના બનાવી છે. પાર્ટી સંગઠન મજબૂત કરવા અને મતદારો સુધી સીધી પહોંચ વધારવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વોર્ડ વાઈઝ ગણિત અને પાટીદાર ફેક્ટર
    Click here to Read More
    Previous Article
    નવાગામ-ડિંડોલીના ઘરેલુ વીજજોડાણની ઘટના:ટીમે વીજચોરી પકડી પાડી તો ગ્રાહક મીટર લઈ ભાગી ગયો
    Next Article
    WWE WrestleMania 42 Night 2 Live: Brock Lesnar Retires; Roman Reigns vs CM Punk Underway

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment