Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રામાં આધ્યાત્મિકતાનો સમન્વય:પ્રથમવાર રાત્રિના સમયે શાંતિપૂર્ણ યાત્રા નીકળી, ભજન-કીર્તન સાથે દીપક ધારણ કર્યા

    10 hours ago

    ઐતિહાસિક નગરી પાટણમાં ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે આ વર્ષે પરંપરાગત ઉત્સવમાં આધુનિકતા અને આધ્યાત્મિકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટ, પરશુરામ જન્મોત્સવ સમિતિ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (પાટણ જિલ્લો)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત બે દિવસીય મહોત્સવ સંપન્ન થયો છે. ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે પ્રથમવાર રાત્રિના સમયે નીકળેલી શાંત અને શિસ્તબદ્ધ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. સામાન્ય રીતે સવારે નીકળતી શોભાયાત્રા આ વર્ષે સાંજે 7 કલાકે નીકળી હતી. આ યાત્રામાં કોઈ પણ પ્રકારના ઘોંઘાટ કે ડીજેનો શોરબકોર નહોતો. શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ કરતી કલાગુરુ મોના નાયક અને ધ્વનિ પ્રતિકના સાનિધ્યમાં તૈયાર થયેલ બાલિકાઓએ માર્ગો પર પરશુરામ સ્તોત્ર અને શ્રી રામચંદ્ર સ્તુતિ પ્રસ્તુત કરી આધ્યાત્મિક વાતાવરણ ઊભું કર્યું હતું. શ્રદ્ધાળુઓ હાથમાં દીપક ધારણ કરી ભજન-કીર્તનની ધૂન સાથે શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા. આ શોભાયાત્રા જગન્નાથજી મંદિરથી પ્રસ્થાન થઈ હિંગળાચાચર, ચતુર્ભુજ બાગ, જુનાગંજ બજાર અને મુખ્ય બજાર થઈ ધીમટા નાકા પહોંચી હતી. ત્યાંથી બહુચરાજી મંદિર અને રોકડિયા ગેટ થઈ પરત નિજ મંદિરે વિરામ લીધો હતો. મહોત્સવના પ્રથમ દિવસે સવારે મહાપૂજન અને મહાઆરતી સાથે મંગલ પ્રારંભ થયો હતો. બપોરે આનંદ ગરબાના મંગલ ગાન બાદ સાંજે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે રવિવારે ભગવાન પરશુરામના વિશેષ પૂજન અને પવિત્ર યજ્ઞનું આયોજન કરાયું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભાવિકોએ સમૂહમાં મહાપ્રસાદનો લાભ લીધો હતો. પરશુરામ જન્મોત્સવના કન્વીનર પિયુષ આચાર્યે જણાવ્યું હતું કે, શોભાયાત્રાને સાત્વિક શક્તિના જાગરણના અવસર તરીકે ઉજવવાનો અમારો પ્રયાસ સફળ રહ્યો.
    Click here to Read More
    Previous Article
    સમસ્ત પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા 'વડીલ વંદના-2' કાર્યક્રમ:ગંગા તીર્થ યાત્રા હરિદ્વાર ખાતે સંપન્ન થયેલ 'શ્રીમદ્દ ભાગવત કથા બદલ દાતાઓનું બહુમાન
    Next Article
    નવસારીમાં AAPને ઝટકો:AAPના શહેર પ્રમુખ સહિતના 10 હોદ્દેદારો ભાજપમાં જોડાયા, ચૂંટણી પહેલા ગણિત બગડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment