Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં AAPને ઝટકો:AAPના શહેર પ્રમુખ સહિતના 10 હોદ્દેદારો ભાજપમાં જોડાયા, ચૂંટણી પહેલા ગણિત બગડ્યું

    9 hours ago

    નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. શહેરના 10 જેટલા મુખ્ય હોદ્દેદારોએ ભારતીય જનતા પાર્ટી (BJP) માં પ્રવેશ કર્યો છે. આ ઘટનાથી આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા AAP ના રાજકીય સમીકરણો પર અસર પડી શકે છે. AAP ના પૂર્વ શહેર પ્રમુખ સહિત સંગઠનના 10 પાયાના હોદ્દેદારોએ પક્ષ છોડ્યો છે. જલાલપોર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આ તમામ કાર્યકરોને જિલ્લા ભાજપ પ્રમુખ અને તેમની ટીમ દ્વારા વિધિવત રીતે ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના 27 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ઉમેદવારો પ્રચાર કાર્યમાં વ્યસ્ત છે ત્યારે જ સંગઠનના મુખ્ય હોદ્દેદારોના પક્ષપલટાથી AAP ની કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે સંગઠનમાં થયેલું આ ભંગાણ AAP માટે ચૂંટણીમાં મોટું નુકસાન સાબિત થઈ શકે છે. મહત્વના કાર્યકર્તાઓએ એકસાથે પાર્ટી છોડતા નવસારીમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ નબળી પડી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રામાં આધ્યાત્મિકતાનો સમન્વય:પ્રથમવાર રાત્રિના સમયે શાંતિપૂર્ણ યાત્રા નીકળી, ભજન-કીર્તન સાથે દીપક ધારણ કર્યા
    Next Article
    Woman Shares Journey Of Quitting Gurugram Job And Moving To Dehradun: "Life Feels Slower, Gentler"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment