Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં આપ પ્રમુખ ઈસુદાન ગઢવીનો ચૂંટણી પ્રચાર:કહ્યું - ચોટીલામાં વિકાસના નામે શૂન્ય, લોકો રાજનીતિની ગંદકી સાફ કરશે

    15 hours ago

    આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે નગરપાલિકા ચૂંટણીના પ્રચાર અર્થે પહોંચ્યા હતા. તેમનું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવારો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગઢવીએ કાર્યકર્તાઓ અને ઉમેદવારોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ચોટીલાના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરી અને પોપટપરા વિસ્તારમાં આવેલા રામાપીરના મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મા ચામુંડાની નગરી હોવા છતાં ચોટીલામાં વિકાસના નામે શૂન્ય છે. ગંદકી, ખરાબ રસ્તાઓ અને સ્વચ્છતાનો અભાવ પ્રવાસીઓ તેમજ સ્થાનિકો માટે સમસ્યા ઊભી કરે છે. તેમણે ચોટીલાવાસીઓને હાથ જોડીને વિનંતી કરી હતી કે, આ વખતે ઝાડુનું બટન દબાવીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડે. ગઢવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ચામુંડ માના આશીર્વાદથી ચોટીલાના લોકો રાજનીતિની ગંદકી સાફ કરશે અને અમે તેમની સેવા કરવા આવ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    પાટણના ઉંદરા ગામે બંધ મકાનમાંથી ચોરી:તસ્કરોએ તિજોરી તોડી ₹25,000 રોકડ, ચાંદીના દાગીના ઉઠાવ્યા
    Next Article
    વઢવાણ વોર્ડ 11 ભાજપ ઉમેદવારોનો ડોર-ટુ-ડોર પ્રચાર શરૂ:મતદારોને વિકાસના કામો માટે જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment