Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ વોર્ડ 11 ભાજપ ઉમેદવારોનો ડોર-ટુ-ડોર પ્રચાર શરૂ:મતદારોને વિકાસના કામો માટે જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી

    13 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. વઢવાણ વોર્ડ નંબર 11ના ભાજપના પેનલ ઉમેદવારો રાજેન્દ્રકુમાર પ્રભુદાસ રાઠોડ, જશુબેન ભરતભાઈ ભરવાડ, ભાવનાબા ચંદ્રસિંહ મોરી અને મહેન્દ્રસિંહ ગોહિલે ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. આજે ઉમેદવારોએ ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલા ચાણક્યપુરી, રોહીદાસનગર, તડકેશ્વર મહાદેવ મંદિર પાસેની શારદા સોસાયટી, સત્યમ પાર્ક, ભીમનગર, વિવેકાનંદ રવિ પાર્ક અને રાશવીર રેસીડેન્સી સહિતની વિવિધ સોસાયટીઓની મુલાકાત લીધી હતી. આ પ્રચાર દરમિયાન, ઉમેદવારોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકાસના કામોને વધુ વેગવંતુ બનાવવા માટે વોર્ડ નંબર 11ની પેનલને જંગી બહુમતીથી જીતાડવા મતદારોને અપીલ કરી હતી. ભાજપના કાર્યકરો, મહિલાઓ અને યુવાનો સહિત વિવિધ વિસ્તારમાંથી આવેલા ટેકેદારો સાથે ઉમેદવારોએ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. સમગ્ર ટીમે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મતદારોને જંગી બહુમતીથી જીતાડવા માટે ફરીથી અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ચોટીલામાં આપ પ્રમુખ ઈસુદાન ગઢવીનો ચૂંટણી પ્રચાર:કહ્યું - ચોટીલામાં વિકાસના નામે શૂન્ય, લોકો રાજનીતિની ગંદકી સાફ કરશે
    Next Article
    રાજ્યમાં આકરી ગરમી વચ્ચે 8 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી:40.9 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદમાં ગરમીનો પારો 40 પર પહોંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment