Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આચારસંહિતાના લીરેલીરા:જૂનાગઢ કોંગ્રેસે એસ.ટી. બસો પર સરકારી જાહેરાતો મામલે કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી લેખિત ફરિયાદ

    4 days ago

    સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026નો ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે તેમછતાં સરકારી વિભાગો દ્વારા જ તેના ઉલ્લંઘનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એસ.ટી. નિગમની બસો પર સત્તાપક્ષની જાહેરાતો અને પોસ્ટરો યથાવત હોવા મામલે રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા કલેક્ટરને ગંભીર ફરિયાદ કરવામાં આવી છે. વિવિધ ડેપોની બસોમાં હજુ પણ સરકારની પ્રચારાત્મક જાહેરાતો જોવા મળી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને કાર્યાલય ઈન્ચાર્જ વી.ટી. સીડા દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ જૂનાગઢ વિભાગીય નિયામક હેઠળ આવતા વિવિધ ડેપોની બસોમાં હજુ પણ સરકારની પ્રચારાત્મક જાહેરાતો જોવા મળી રહી છે. આચારસંહિતા મુજબ કોઈપણ સરકારી મિલકત કે સાધન પર સત્તાપક્ષ કે સરકારનો પ્રચાર કરી શકાય નહીં. તેમ છતાં, જૂનાગઢ વિભાગની બસોમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટા સાથેના 'હર ઘર સ્વદેશી' અભિયાનના પોસ્ટરો ખુલ્લેઆમ પ્રદર્શિત થઈ રહ્યા છે, જે મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. ઉપલેટા, બાંટવા અને કેશોદ ડેપોના જવાબદાર અધિકારીઓ સામે આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરો કોંગ્રેસ દ્વારા પુરાવા સાથે ચૂંટણી પંચને જાણ કરવામાં આવી છે કે, બાંટવા ડેપોની ગોધરા-બાંટવા રૂટની, કેશોદ ડેપોની કેશોદ-ગોધરા-દાહોદ રૂટની એસ.ટી. બસ અને ઉપલેટા ડેપોની ઉપલેટા-દાહોદ પીટોલ બોર્ડર રૂટની એસ.ટી. બસોમાં યોજનાઓના બેનરો અને ફોટાઓ હજુ સુધી ઉતારવામાં આવ્યા નથી, જે સીધો આચારસંહિતાનો ભંગ છે. વી.ટી. સીડાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, એસ.ટી. નિગમને કદાચ એવું લાગતું હશે કે આચારસંહિતા તેમને લાગુ પડતી નથી. તેમણે રાજ્ય ચૂંટણી આયોગને વિનંતી કરી છે કે, જૂનાગઢ વિભાગીય નિયામક કચેરી હેઠળના ઉપલેટા, બાંટવા અને કેશોદ ડેપોના જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરવામાં આવે. માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં એસ.ટી. વિભાગ આ મામલે બેદરકાર હોવાનું કોંગ્રેસનું માનવું છે. કોંગ્રેસે માંગ કરી છે કે, તમામ એસ.ટી. બસોમાંથી તાત્કાલિક અસરથી સરકારી જાહેરાતો અને પોસ્ટરો દૂર કરવાનો આદેશ આપવામાં આવે. લોકશાહીના આ પર્વમાં ચૂંટણી પંચ નિષ્પક્ષ રહીને કામગીરી કરે અને આદર્શ આચારસંહિતાની ચુસ્ત અમલવારી કરાવે તે જરૂરી છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે, જાગૃત મતદારો દ્વારા આ વિગત તેમના ધ્યાન પર લાવવામાં આવી છે અને જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર પાસે બે યુવકો વિદેશી દારૂ સાથે ઝડપાયા:રાજસ્થાનથી લવાતો ₹1.10 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ફરાર
    Next Article
    લાલગેટ પોલીસની મોટી કાર્યવાહી:ડ્રગ્સ તથા વાહન સહિત કુલ 87,720ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી નશાના નેટવર્કનો પર્દાફાશ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment