Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલગેટ પોલીસની મોટી કાર્યવાહી:ડ્રગ્સ તથા વાહન સહિત કુલ 87,720ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી નશાના નેટવર્કનો પર્દાફાશ કર્યો

    4 days ago

    હીરા નગરી સુરતમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે સુરત પોલીસ હાલમાં ‘ક્લીન સિટી’ અભિયાન હેઠળ સઘન કાર્યવાહી કરી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને લાલગેટ વિસ્તારમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે 26 વર્ષીય એક શખ્સને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ તારીખ 18 એપ્રિલ, 2026ના રોજ સાંજના સમયે લાલગેટ પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસના જવાનો જ્યારે મોતીવાલા પરફ્યુમર્સની ગલી, નાણાવટ અને પંડોળની પોળ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં તપાસમાં હતા ત્યારે એક શખસની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે આ શખસની પ્રાથમિક તપાસ કરી ત્યારે તેની પાસેથી માદક પદાર્થ હોવાની પ્રબળ શંકા જન્મી હતી. આ અંગે તુરંત ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને તેમની પ્રત્યક્ષ હાજરીમાં આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. ડ્રગ્સ અને વાહન સહિત કુલ 87,720નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો ઝડપાયેલા આરોપીની ઓળખ મોહંમદ અનસ મોહંમદ સાબીર કુરેશી (ઉંમર 26 વર્ષ) તરીકે થઈ છે. તે અઠવા વિસ્તારના ખાજા દાના દરગાહ રોડ પર આવેલા પાલ કોમ્પલેક્ષમાં રહે છે અને વ્યવસાયે ચિકન વેચવાની દુકાનમાં નોકરી કરે છે. પોલીસે આરોપી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ 17.240 ગ્રામ જેની અંદાજિત બજાર કિંમત 51,720 છે. એક સુઝુકી કંપનીનું એક્સેસ મોપેડ તેમજ એક મોબાઈલ ફોન અને ડ્રગ્સ પેકિંગ માટે વપરાતી ખાલી પ્લાસ્ટિકની પુશલોક બેગ જપ્ત કરાયેલા ડ્રગ્સ અને વાહન સહિત કુલ 87,720નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવું સામે આવ્યું છે કે આ ડ્રગ્સ સુરતના યુવાધનને નશાના માર્ગે ધકેલવા માટે લાવવામાં આવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં N.D.P.S. એક્ટ 1985ની કલમ 8(સી), 22(બી) અને 29 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, આરોપી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને સુરતમાં અન્ય કોને-કોને સપ્લાય કરવાનો હતો. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સના આ નેટવર્કના મૂળ સુધી પહોંચીને તેને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    ​સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આચારસંહિતાના લીરેલીરા:જૂનાગઢ કોંગ્રેસે એસ.ટી. બસો પર સરકારી જાહેરાતો મામલે કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી લેખિત ફરિયાદ
    Next Article
    Private NDA coaching academy officials booked in Pune for negligence over student’s suicide

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment