Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદમાં કારનો કાચ તોડી ₹1.10 લાખની ચોરી:શોપિંગ સેન્ટર પાસે રાજકોટના વેપારીની કારમાંથી રોકડ ભરેલું પર્સ ચોરાયું; સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

    13 hours ago

    હળવદ શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર પાસે પાર્ક કરેલી કારનો કાચ તોડીને તસ્કરે ગણતરીની મિનિટોમાં ₹1.10 લાખ રોકડા ભરેલા પર્સની ચોરી કરી લીધી હતી. ધોળા દિવસે બનેલી આ ચોરીની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બનાવ અંગે વેપારીએ પોલીસને જાણ કરતા હળવદ તાલુકા પોલીસે તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. દવાના ઓર્ડર લેવા આવેલા વેપારી ભોગ બન્યા રાજકોટના રહેવાસી અને જંતુનાશક દવાનો વેપાર કરતા ભરતસિંહ ચૌહાણ અવારનવાર વેપારીઓ પાસેથી ઓર્ડર લેવા માટે હળવદ આવતા હોય છે. ગુરુવારે સવારે આશરે 11:30 વાગ્યે તેઓ હળવદ આવ્યા હતા અને પોતાની કાર ડો. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર પાસે પાર્ક કરીને નજીકની દુકાનમાં ઓર્ડર લખાવવા બેઠા હતા. સીટ નીચે મુકેલું ₹1.10 લાખનું પર્સ ચોરાયું વેપારી દુકાનમાં હતા તે દરમિયાન તસ્કરે કારની ડ્રાઈવરની બાજુનો કાચ તોડી નાખ્યો હતો. ત્યારબાદ કારની સીટ નીચે મુકેલું ₹1.10 લાખની રોકડ રકમ ભરેલું પર્સ ચોરીને ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગયો હતો. વેપારી પરત આવ્યા ત્યારે કારનો કાચ તૂટેલો જોઈ ચોરી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ શરુ બનાવ અંગે ભોગ બનનાર વેપારી ભરતસિંહ ચૌહાણે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ કબજે કરીને વાયરલ વીડિયોના આધારે ચોરની ઓળખ મેળવવા તથા વિધિવત ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના નાસિરનગર ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી:DCP નકુમ સામે નિષ્પક્ષ તપાસ અંગે અદાલતે ઉઠાવ્યા સવાલ, સરઘસ કાઢી માર મારવાના કેસમાં વિરુદ્ધ રિપોર્ટ આવ્યાની સરકારની રજૂઆત
    Next Article
    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં 'કલ્પવૃક્ષ 2.0' કોનક્લેવ શરૂ:વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા વધારવા માટે વિવિધ સ્પર્ધાઓ અને ભજન ક્લબિંગનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment