Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂની હેરાફેરી કરનાર શખ્સની પાસા હેઠળ અટકાયત:રાહુલ ભગોરાને અમરેલી જેલમાં મોકલાયો

    4 days ago

    સાબરકાંઠા જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણની અસામાજિક પ્રવૃત્તિઓ કરતા એક શખ્સની પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરવામાં આવી છે. આંતરી ગામના રાહુલકુમાર મનજીભાઈ ભગોરા (ઉ.વ. 29) ને અમરેલી મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. સાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રાહુલ ભગોરા રાજસ્થાનમાંથી સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો અને દેશી દારૂનું વેચાણ પણ કરતો હતો. તેના વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં બે, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં એક અને વડાલી પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ ચાર ગુના નોંધાયેલા છે. આટલા ગુનાઓ દાખલ હોવા છતાં, રાહુલ ભગોરાએ પોતાની દારૂની હેરાફેરી અને વેચાણની અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરી ન હતી. તે સતત ઇંગ્લિશ અને દેશી દારૂનો ધંધો કરતો હતો, જેના કારણે તેની સામે કાયદેસરની કાર્યવાહી અનિવાર્ય બની હતી. આથી, LCB દ્વારા રાહુલકુમાર ભગોરા વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત સાબરકાંઠા પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી, જેમણે તેને મંજૂર કરી અટકાયત કરવાનો આદેશ આપ્યો હતો. LCB દ્વારા તાજેતરમાં રાહુલ ભગોરાની પાસા હેઠળ અટકાયત કરી તેને યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ અમરેલી મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'જવાહરલાલ નહેરુ પંડિત હતા જ નહીં મુસ્લિમના દીકરા હતા':ભાજપના પૂર્વ MP હરિ પટેલનો બફાટ, કોંગ્રેસના પ્રગતિ આહીરનો જવાબ-તમારી બુદ્ધિમતા દેખાઈ ગઈ, ભાજપમાં આવા જ ભર્યા છે?
    Next Article
    ગુજરાત પોલીસ ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ:86 હજાર ઉમેદવારો હાજર, OMR શીટ વેબસાઈટમાં અપલોડ કરવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment