Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની શરમજનક સ્થિતિ, કોઈના પેટનું પાણી નથી હલતું:ગોવિંદભાઈનો આક્રોશ:બિસ્માર રસ્તાઓથી ભાજપ MP ધોળકિયા રોષમાં, વીડિયો બનાવી મેયર-કમિશનર સહિતને મોકલ્યો

    2 days ago

    સુરતમાં મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે પ્રજા ભારે મુશ્કેલીઓ ભોગવી રહી છે. આ પરિસ્થિતિ હવે માત્ર સામાન્ય નાગરિકો પૂરતી સીમિત નથી રહી, ખખડધજ રસ્તાઓથી રાજ્યસભા સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા ત્રસ્ત થયા છે. રવિવારે (19 જુલાઈ) ઈચ્છાપોર વિસ્તારમાંથી એરપોર્ટ જઈ રહેલા ગોવિંદ ધોળકિયા રસ્તાની અત્યંત બિસ્માર અને કાદવ-કીચડથી ભરેલી હાલત જોઈને રોષે ભરાયા હતા. તેમણે ચાલુ કારમાંથી જ રોડની દયનીય પરિસ્થિતિ દર્શાવતો વીડિયો બનાવી "સુરતની શરમજનક સ્થિતિ છે, કોઈના પેટનું પાણી નથી હલતું" અંગે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ ચારેકોરથી ઘેરાયેલા સાંસદ ગોવિંદ ધોળકિયાના અંગત(PA) ભાવેશભાઈએ સમગ્ર મામલે ખુલાસો આપતાં જણાવ્યું હતું કે, આ વીડિયો રવિવારના દિવસનો જ છે. ગોવિંદકાકાએ આ વીડિયો માત્ર સુરતની સ્થિતિમાં સુધારો આવે અને તંત્ર જાગે તે હેતુથી જ મેયર માયા માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલને જ અંગત રીતે મોકલ્યો હતો. આ વીડિયો કઈ રીતે બહાર આવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો તેની અમને કોઈ જાણકારી નથી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચા જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થયો કે, તુરંત જ વિરોધપક્ષ અને નેટીઝન્સે મનપા તંત્ર સાથે ભાજપ સરકાર સામે પણ પ્રહારો શરૂ કરી દીધા છે. સોશિયલ મીડિયા પર ગોવિંદ ધોળકિયાના વીડિયોના કારણે ભારે ફજીતી થઈ રહી છે, કારણ કે તેઓ પોતે સાંસદ છે અને તેમણે જ પોતાની સરકારની પોલ ખોલવી પડી છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે જો એક અબજોપતિ સાંસદ અને ઉદ્યોગપતિને પણ સુરતના રસ્તાના કારણે આ રીતે કેમેરા સામે આવીને ફરિયાદ કરવી પડતી હોય, તો પછી સામાન્ય પ્રજાની રજૂઆત કોણ સાંભળશે? હીરા બુર્સ નજીકના રોડની ગંભીર હાલતથી ઉદ્યોગકારોમાં રોષ ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા ડાયમંડ યુનિટ્સ અને હીરા બુર્સ સુરતની વૈશ્વિક ઓળખ છે. ધોળકિયા પરિવારનું પણ આ વિસ્તારમાં વિશાળ ડાયમંડ યુનિટ આવેલું છે. આટલા મહત્વના ઔદ્યોગિક વિસ્તારમાં અને એરપોર્ટને જોડતા મુખ્ય માર્ગ પર જ ખાડા, કાદવ અને બિસ્માર રોડ હોવાથી માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દેશ-વિદેશથી આવતા વેપારીઓ સામે પણ સુરતની છબી ખરડાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે ઉદ્યોગકારોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. તંત્રના વાંકે શાસક પક્ષના નેતાઓ બેકફૂટ પર સુરત મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ આ એક વીડિયોથી પોકળ સાબિત થયા છે. ભાજપના જ સાંસદે વીડિયો બનાવીને તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવતા ભાજપના આંતરિક રાજકારણમાં પણ ભૂકંપ આવ્યો છે. એક તરફ મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના દાવો કરે છે અને બીજી તરફ સાંસદ કક્ષાના નેતાઓને પણ રોડ-રસ્તાના કારણે વીડિયો બનાવી વિરોધ દર્શાવવો પડે છે. હાલ આ મુદ્દો આખા રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને હવે જોવાનું એ રહેશે કે આ ચાર જવાબદાર અને ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિઓમાંથી આ વીડિયો મીડિયા કે સોશિયલ મીડિયા સુધી કોણે પહોંચાડ્યો અને વાયરલ કર્યો? આ પણ વાંચો સુરતમાં 2 મહિના પહેલા જ બનેલા રસ્તાના પોપડા ઉખડી ગયા સુરતના ડિંડોલીમાં બે મહિના પહેલા જ 3 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલા 180 ફૂટનો રોડ વરસાદમાં ઉખડી જતા લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો. સામાન્ય રીતે વરસાદમાં ડામર ધોવાઈ જતો હોય છે પરંતુ, અહીં તો જાણે ભૂંકપ આવ્યો હોય અને જમીનના ટુકડા થઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાતા લોકો રસ્તાની ગુણવત્તાને લઈ સવાલો ઉઠાવી રહ્યા છે. ઘટનાસ્થળ પર પહોંચી વીડિયો બનાવી રોષ ઠાલવી રહ્યા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) રસ્તા સોનપાપડીની જેમ કેમ તૂટી રહ્યા છે, એક્સપર્ટ પાસેથી જાણો ગોલમાલ અને ઉકેલ ભારે વરસાદ વચ્ચે ગુજરાતના રસ્તા એવી રીતે તૂટી રહ્યા છે જાણે ડામર નહીં, 'સોનપાપડી' હોય! તોતિંગ વાહનો જમીનમાં ઉતરી રહ્યા છે, લોકો વાહન સાથે ધરતીમાં સમાઈ રહ્યા છે... વિકાસ મોડેલ તરીકે પંકાયેલા ગુજરાતમાં આમ જ ચાલતું રહેશે કે રસ્તાઓ માટે કોઈ 'રસ્તા' છે? જાણીશું આજના ગુજરાત એક્સપ્લેનરમાં... (વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    ગુરુગ્રામમાં ડોક્ટરના પુત્ર પર પડ્યો બાસ્કેટબોલ પોલ, VIDEO:પ્રેક્ટિસ મેચમાં અકસ્માત, કરોડરજ્જુમાં 3 ફ્રેક્ચર; 2 ખેલાડીઓએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો
    Next Article
    વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ:હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, માછીમારી બોટો બંદરે લાવી બાંધવા અપીલ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment