Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પોલીસ ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ:86 હજાર ઉમેદવારો હાજર, OMR શીટ વેબસાઈટમાં અપલોડ કરવામાં આવશે

    4 days ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ભરતી પ્રક્રિયા અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની કુલ 858 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા તા. 19 એપ્રિલ, 2026ના રોજ રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે કુલ 371 કેન્દ્રોમાં સફળતાપૂર્વક યોજાઈ હતી. આ પરીક્ષામાં 86 હજાર ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી યુવાનોમાં પોલીસ ભરતી પ્રત્યેનો ઉમળકો સ્પષ્ટ થયો છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની OMR શીટનું સ્કેનિંગ કરાયું પરીક્ષા બે ભાગમાં લેવામાં આવી હતી, જેમાં પેપર-1 “જનરલ સ્ટડીઝ (MCQ)” માટે 200 ગુણ અને પેપર-2 “ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય (વર્ણનાત્મક)” માટે 100 ગુણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરીક્ષા દરમિયાન સુરક્ષા અને પારદર્શિતાને ખાસ મહત્વ આપવામાં આવ્યું હતું અને સમગ્ર પ્રક્રિયા કડક દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની OMR શીટનું સ્કેનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો પોતાના જવાબો ચકાસી શકે તે માટે આ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. આ સમગ્ર પરીક્ષા પ્રક્રિયામાં પોલીસ વિભાગ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સુવ્યવસ્થિત આયોજન દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભરતી બોર્ડ દ્વારા પારદર્શક અને નિષ્પક્ષ ભરતી પ્રક્રિયા માટે કરવામાં આવેલી વ્યવસ્થા વખાણપાત્ર ગણાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    દારૂની હેરાફેરી કરનાર શખ્સની પાસા હેઠળ અટકાયત:રાહુલ ભગોરાને અમરેલી જેલમાં મોકલાયો
    Next Article
    હિંમતનગર પાસે બે યુવકો વિદેશી દારૂ સાથે ઝડપાયા:રાજસ્થાનથી લવાતો ₹1.10 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment