Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ સ્વાભિમાન પર્વમાં શિક્ષકોને “રૂટ સુપરવાઈઝર”ની ફરજ:શૈક્ષિક મહાસંઘનો કડક વિરોધ, ઓર્ડર રદ કરવાની માંગ

    4 days ago

    સોમનાથ ખાતે આયોજિત સ્વાભિમાન પર્વ દરમિયાન યાત્રાળુઓની વ્યવસ્થા માટે ગીર સોમનાથ જિલ્લાના શિક્ષકોને રૂટ સુપરવાઈઝર તરીકે ફરજ સોંપવાના આદેશને લઈને વિવાદ ઊભો થયો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ મિતેષ ભટ્ટે આ નિર્ણયને લઈને કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, રાજ્ય બહારથી ખાસ કરીને દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ સોમનાથ દર્શન માટે આવી રહ્યા છે. આ યાત્રાળુઓને રેલવે સ્ટેશન પરથી લેવા, તેમની ગણતરી કરવા, બસોમાં બેસાડવા, બસની વ્યવસ્થા જાળવવા, પાણી અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા તેમજ તેમને સોમનાથ સહિત આસપાસના ધાર્મિક સ્થળોએ સુરક્ષિત રીતે પહોંચાડવા જેવી જવાબદારીઓ શિક્ષકોને સોંપવામાં આવી છે. શિક્ષકોને પેપર ચેકિંગ સાથે ચૂંટણીની કામગીરી પણ સોંપાઈ મહાસંઘના જણાવ્યા મુજબ આ કામગીરી શિક્ષણ સાથે કોઈ સંબંધ ધરાવતી નથી અને એક રીતે બસ કંડકટર અથવા રૂટ મેનેજરની ફરજ સમાન છે. શિક્ષકોને આવા બિનશૈક્ષણિક કામમાં જોડવાથી શૈક્ષણિક વ્યવસ્થામાં ખલેલ પડે છે. હાલમાં રાજ્યમાં પરીક્ષાઓ પૂર્ણ થવાના તબક્કે છે, જ્યાં શિક્ષકો મૂલ્યાંકન, પેપર ચકાસણી અને પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. સાથે-સાથે ચૂંટણીની કામગીરી માટે પણ શિક્ષકોને ફરજ સોંપવામાં આવી રહી છે. આવા વ્યસ્ત સમયગાળામાં શિક્ષકોને વધારાની ફરજ આપવી અન્યાયપૂર્ણ હોવાનું મહાસંઘે જણાવ્યું છે. મહાસંઘે વધુમાં જણાવ્યું કે, ભૂતકાળમાં પણ શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરી સોંપાતા વ્યાપક વિરોધ થયો હતો. ત્યારબાદ સરકાર સાથે ચર્ચા કરીને નક્કી કરવામાં આવ્યું હતું કે, આવું કોઈપણ કાર્ય સોંપતાં પહેલાં શિક્ષણ સચિવની મંજૂરી લેવી જરૂરી રહેશે. હાલના આદેશમાં તે પ્રક્રિયાનું પાલન થયું છે કે નહીં તે પણ પ્રશ્નાર્થ બની રહ્યું છે. જો આ મુદ્દે યોગ્ય નિર્ણય નહી લેવાય તો આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરાશે મિતેષ ભટ્ટે જણાવ્યું કે, શિક્ષકો દેશહિત અને સમાજહિતના કાર્ય માટે હંમેશા તૈયાર રહે છે પરંતુ, હાલ જે રીતે ત્રણથી ચાર દિવસ સુધી સવારે વહેલા રેલવે સ્ટેશન પર હાજર રહી યાત્રાળુઓને માર્ગદર્શન આપવું, બસ વ્યવસ્થા સંભાળવી અને દિવસભર ફરજ બજાવવી જેવી કામગીરી સોંપવામાં આવી છે, તે શિક્ષકોના મૂળ કાર્યથી વિમુખ કરે છે. આ નિર્ણય શિક્ષકોમાં અસંતોષ ફેલાવતો હોવાનું પણ તેમણે ઉમેર્યું છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્યના બંને શિક્ષણ મંત્રીઓને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આ આદેશ રદ કરવાની માંગ કરી છે. મહાસંઘે ચેતવણી આપી છે કે, જો આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યભરમાં શિક્ષકો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'જવાહરલાલ નેહરુ પંડિત હતા જ નહીં મુસ્લિમના દીકરા હતા':ભાજપના પૂર્વ MP હરિ પટેલનો બફાટ, કોંગ્રેસના પ્રગતિ આહીરનો જવાબ-તમારી બુદ્ધિમતા દેખાઈ ગઈ, ભાજપમાં આવા જ ભર્યા છે?
    Next Article
    અલ્પેશ ઠાકોરે વડગામ-પાલનપુરમાં સભાઓ સંબોધી:ઠાકોર મતદારોને રીઝવવા પ્રયાસ, કોંગ્રેસના 200 કાર્યકરો BJPમાં જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment